આજે મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તે પોતાના ફોલોઅર્સ અને લાઇક્સ વધારવા માટે દરેક પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ એક યુવકે ઇન્સ્ટાગ્રામની એક ભૂલ શોધી હતી. આ ભૂલ એવી હતી કે કંપનીનું પણ ધ્યાન તેના પર ગયુ નહોતું, જેના ફળ સ્વરૂપે તે યુવકને ઇન્સ્ટાગ્રામે 38 લાખ રૂપિયા ઇનામ તરીકે આપ્યા હતા.
આ કારનામુ કરી બતાવ્યું છે પોદ્દાર ઈન્ટરનેશનલ કોલેજ, જયપુરમાં BCAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નીરજ શર્માએ. જેને એક જ ઝાટકે 38,00,000 રૂપિયા કમાઈ લીધા. વાસ્તવમાં નીરજે ઈન્સ્ટાગ્રામના એક બગનો પર્દાફાશ કર્યો અને તેના બદલામાં તેને ઈન્સ્ટાગ્રામ દ્વારા 38,00,000 રૂપિયા આપવામાં આવ્યા. આ રકમ તેને ઇનામ તરીકે રજૂ કરવામાં આવી હતી.
નીરજે કહ્યું કે તેને ઈન્સ્ટાગ્રામ પર કંઈક ખોટું લાગી રહ્યું હતુ, જ્યારે આ બાબત ઈન્સ્ટાગ્રામની હેડ ઓફિસને યોગ્ય રીતે પહોંચાડવામાં આવી તો તેમણે ભૂલ સ્વીકારી અને ભૂલ સુધારી. ભૂલ સુધાર્યા પછી, મેઇલ દ્વારા ઇનામ તરીકે ₹ 38,00,000ની રકમ આપવાનું કહેવામાં આવ્યું. જ્યારે એવોર્ડ આવ્યો, ત્યારે પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
નીરજ ઈન્સ્ટાગ્રામ પર વ્યસ્ત હતો, તે દરમિયાન તેને ખબર પડી કે કોઈપણ યુઝર જાણ કર્યા વગર તેની થંબનેલ બદલી શકે છે. જ્યારે નીરજે ઈન્સ્ટાગ્રામ ટીમને આ અંગે જાણ કરી તો ઈન્સ્ટાગ્રામને તેને સુધારવામાં 3 મહિનાથી વધુ સમય લાગ્યો. જે બાદ ટીમે આ શોધને યોગ્ય ઠેરવતા નીરજને એવોર્ડ આપ્યો હતો.
પોદ્દાર ઈન્ટરનેશનલ કોલેજમાં અભ્યાસ કરતા નીરજ વિશે પોદ્દાર ગ્રુપના ચેરમેન ડૉ. આનંદ પોદ્દારે કહ્યું કે અમારી કોલેજના વિદ્યાર્થીને એવોર્ડ મળવો એ સન્માનની વાત છે. નીરજના આઈટી શિક્ષક કહે છે કે તે એક જિજ્ઞાસુ વિદ્યાર્થી છે અને તેથી જ તેણે BCAમાં એડમિશન લીધું છે. નીરજે જણાવ્યું કે તે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ પર છે, તે તેના મિત્રો સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરે છે અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે.
તે અભ્યાસ માટે યોગ્ય સમય કાઢે છે અને જ્યારે પ્રેશર રિલીઝ કરવા માટે તે સોશિયલ મીડિયા તરફ વળે છે. તેણે ઈન્સ્ટા પર ચેટિંગ દરમિયાન આ બગ શોધી કાઢ્યો હતો. પહેલા તેના મિત્રોને કહ્યું અને પછી તેને યોગ્ય રીતે આગળ લઈ ગયો. હવે ઈન્સ્ટાગ્રામે આ બગને ઠીક કરી દીધો છે. લાખો ઈન્સ્ટાગ્રામ યુઝર્સને આ ભૂલની જાણ પણ ન હતી. નોંધનીય છે કે એક જ ઝાટકે 38,00,000 રૂપિયા કમાતા નીરજ સિવાય ફેસબુકે રાજસ્થાનના અન્ય બે યુવકોને પણ ભૂલો શોધવાના નામે લાખોની ગિફ્ટ આપી હતી.