અમદાવાદની યુવતી પડી જ્યોતિષના ચક્કરમાં, ઇન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષનો સંપર્ક કર્યો અને પછી જ્યોતિષે કર્યો એવો કાંડ કે…

આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે, ટેક્નોલોજીએ પણ ખુબ જ વિકાસ કર્યો છે, સમાર્ટફોન વાપરતો માણસ પણ સમપિર્ત થવા લાગ્યો છે, પરંતુ ઘણીવાર અંધશ્રદ્ધાના એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે તે જાણીને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ અમદાવાદમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડાના  હુકમસિંહની ચાલીમાં રહેતી વીસ વર્ષીય મુસ્કાનબાનુ મલેકે સાસ‌રિયાં સાથે બનેલો અણબનાવ દૂર કરવા ઇન્સ્ટાગ્રામ પરથી જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. જેના બાદ મુસ્કાનબાનુને અમરદીપ જ્યોતિષ નામના શખ્સે તેનો મોબાઈલ નંબર આપ્યો હતો.

ત્યારબાદ અમરદીપ જ્યોતિષ નામના એકાઉન્ટધારકે મુસ્કાનબાનુને પોતાનું નામ વિશાલ હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે પરિવારમાં બનેલાં અણબનાવ દૂર કરવા માટે વિધિના બાર હજાર થશે. જેથી મુસ્કાનબાનુએ કહ્યું કે મારી પાસે હાલ સાત હજાર રૂપિયા રોકડા છે અને બીજા રૂપિયા પાછળથી આપીશ. મુસ્કાનબાનુએ આમ કહેતાં વિશાલે કહ્યું કે સાત હજાર રૂપિયા મારો માણસ આવશે તેને આપી દેજો, તમારું કામ થઇ જશે અને વિધિ શરૂ કરી દઈશું. જેથી મુસ્કાનબાનુએ સાત હજાર રૂપિયા આપી દીધા હતા.

જેના બાદ આ જ દિવસે રાત્રે વિશાલે મુસ્કાનબાનુને ફરી ફોન કરીને કહ્યું કે, તમારાં ઘરેણાંમાં મેલી વિદ્યા થઇ છે તો ઘરેણાં પર પણ વિધિ કરવી પડશે, જેથી કાલે મારો માણસ આવશે અને ઘરેણાં લઈ જશે. બીજા દિવસે મુસ્કાનબાનુએ કાનનાં અડધા તોલાનાં સોનાનાં બે એરિંગ, એક સોનાની વીંટી વિશાલના માણસને આપી દીધાં હતાં. ત્યારબાદ વિશાલે મુસ્કાનબાનુને કહ્યું કે તમારા કામ માટે જે વિધિ કરી હતી તે નિષ્ફ્ળ ગઈ છે, આથી તમારે વધુ 35 હજાર રૂપિયા આપવા પડશે.

મુસ્કાનબાનુએ અલગ અલગ તારીખે ટુકડે-ટુકડે વિશાલના ખાતામાં ૩૩ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. વિશાલ અવારનવાર મુસ્કાનબાનુ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવીને વિધિ કરવાના બહાને ખોટા વાયદા કરતો હતો. જેથી મુસ્કાનને પોતે છેતરાઈ હોવાનું લગતા તેને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Niraj Patel