ખબર

રસ્તા પર સેનાના જવાનોને જોતા જ બાળકે લગાવ્યા નારા, પછી જે થયું જોઈ રૂંવાડા ઉભા થઈ જશે, જુવો વિડીયો

તાજેતરમાં જ ઈન્ટરનૅટ પર એક વિડીયોએ બધાનું જ ધ્યાન ખેંચ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાળક અને લશ્કર સૈનિકોનું હૃદયપૂર્વકનું અને પ્રેરણાદાયક ઈન્ટરૅક્શન જોવા મળે છે. આ વીડિયોમાં આર્મીના જવાનો રસ્તા પરથી પસાર થઇ રહયા છે અને બાળકો નજીકમાં જ ઉભા છે. આ વીડિયોમાં જયારે સૈનિકો પસાર થઇ રહયા છે ત્યારે એક છોકરો ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ જેવા દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતો દેખાઈ રહ્યો છે.

Image Source

આ વિડીયો ભાજપના નેતા અને નિવૃત મેજર સુરેંદ્ર પૂનિયાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમને આ વિડીયો શેર કરીને લખ્યું છે કે ‘ચૂંટણી પ્રચાર વચ્ચે બાળકો પાસેથી આવું પણ સાંભળવા મળ્યું “ભારત માતા કી જય.. હાઉઝ ધ જોશ?” આ વિડીયો જોયા પછી મારા ડ્રાઈવરે કહ્યું મેજર સાહેબ, દેશના બાળકો સેનાના દીવાના છે. ફિલ્મોવાળા હીરો બદલાતા રહે છે.. સૈનિક પર્મેનૅન્ટ હીરો છે. આ સન્માન છે નાગરિકો તરફથી સૈન્યને.’


30 સેકંડના આ વીડિયોમાં આ છોકરો બીજા ચાર બાળકો સાથે રસ્તાના કિનારે ઊભો રહીને રાહ જોવે છે, જયારે સૈન્યના જવાનો ત્યાંથી પસાર થઇ રહયા છે. જયારે સૈન્યના જવાનો ત્યાંથી પસાર થઇ રહયા છે ત્યારે આ છોકરો ‘ભારત માતા કી જય’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ જેવા દેશભક્તિના સૂત્રોચ્ચાર કરે છે, જેના અપાર જવાનો પણ ઉત્સાહથી રિસ્પોન્ડ કરે છે. એક સમય પર છોકરો બૂમ પાસે છે ‘હાઉઝ ધ જોશ?’ જેના પર સૈન્યના જવાનો પર પુરા જોશ સાથે જવાબ આપે છે ‘હાઈ, સર!’

ટ્વિટર યુઝર્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, તેઓ આ વીડિયોને પ્રેરણાદાયક કહે છે. તો એક ટ્વિટર યુઝરે લખ્યું કે શ્રેષ્ઠ વિડીયો. બીજા યુઝરે કોમેન્ટ કરી કે આ વિડીઓના બધાને જ સલામ છે, તો બીજાએ કહ્યું કે આપણા સૈન્ય પર ગર્વ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks