અજબગજબ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

બોર્ડની પરીક્ષાના પરિણામને જ સફળતાનું પ્રમાણ માની લેવાવાળા બાળકોને એક IASએ આપ્યો છે ખૂબ જ સરસ સંદેશો

ગયા અઠવાડિયે CBSE અને ICSE બોર્ડે પરીક્ષાના પરિણામો જાહેર કર્યા, સાથે જ ઘણા રાજ્યોના બોર્ડે પણ થોડા સમયમાં દિવસોમાં જ પરિણામો જાહેર કર્યા. ત્યારે છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક 18 વર્ષના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાને કારણે આત્મહત્યા કરી લીધી.

આ સમાચાર જોઈને દુઃખી થયેલા એક IAS અધિકારીએ ફેસબૂક પોસ્ટમાં વિદ્યાર્થીઓ માટે એક સમજવા લાયક સંદેશો લખ્યો છે. 2009ના બેચના IAS અધિકારી અવનિશ કુમાર શરણ હાલમાં છત્તીસગઢના કબીરધામ જિલ્લાના મેજિસ્ટ્રેટ છે. તેઓએ ફેસબોક પર લખ્યું છે, ‘આજે મેં એક સમાચારપત્રમાં એક દુઃખદ સમાચાર વાંચ્યા કે એક વિદ્યાર્થીએ પરીક્ષાના પરિણામમાં ધાર્યા પ્રમાણે પરિણામ ન મળતા આત્મહત્યા કરી લીધી. હું બધા જ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને અપીલ કરું છું કે પરિણામને વધુ ગંભીરતાથી ન લો, આ ફક્ત નંબરની રમત છે. તમને ભવિષ્યમાં એવી ઘણી તકો મળશે કે જ્યા તમે પોતાની કાબિલિયત સાબિત કરી શકો છો.’

Image Source

સાથે જ અવનિશ કુમારે પોતાનું પરિણામ પણ શેર કર્યું હતું જેમાં જણાવ્યા પ્રમાણે તેમને દસમા 44.5%, બારમામાં 65% અને સ્નાતકમાં 60.7% પ્રાપ્ત કર્યા હતા, તેમ છતાં તેમને મુશ્કેલ માનવામાં આવતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આજે તેઓ એક IAS અધિકારી છે. તેઓ એ જ જણાવવા માંગતા હતા કે ખરાબ પરિણામ મેળવનાર વિધાર્થીઓ હતાશ ન થાય અને તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખે.

એક અખબાર સાથે વાતચીતમાં તેમને એમ કહ્યું કે આજે ઘણા રસ્તાઓ હાજર છે, ઘણી તકો આવતી રહે છે. શાળાનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી ન કરી શકે. તેમને સમજવું પડશે કે પરીક્ષાઓનું પરિણામ જ છેલ્લો રસ્તો નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks