ખબર

ઇંસ્પેક્ટરે 9-9 મહિના સુધી બેરોજગાર યુવક સાથે આચર્યુ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, નોકરી અપાવવાના નામ પર કર્યુ શોષણ, પછી આવી રીતે સામે આવી હકિકત

આ કેવો ભયંકર કળયુગ આવ્યો છે…!!! નોકરી આપવાના બહાને બેરોજગાર યુવક સાથે ઇન્સ્પેક્ટર સાહેબે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને છેલ્લે તો…

લોકાયુક્ત વિભાગમાં તૈનાત કાર્યવાહક ઇંસ્પેક્ટર દ્વારા યુવકના શોષણનો વીડિયો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ઇંસ્પેક્ટર સુરેન્દ્ર યાદવે નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે 9 મહિના સુધી અપ્રાકૃતિક કૃત્ય કર્યુ. ઇંસ્પેક્ટરની હેવાનિયતથી કંટાળી આખરે એક મિત્રની મદદથી વીડિયો બનાવ્યો જે બાદ યુવકે વિશ્વવિદ્યાલય પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. વીડિયો જોઈને પોલીસકર્મીઓ પણ દંગ રહી ગયા હતા. પોલીસે આરોપી ટીઆઈ સુરેન્દ્ર યાદવ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ આરોપી ફરાર છે.

પીડિત યુવક ઘણા સમયથી નોકરીની શોધમાં હતો. તે ગ્રેજ્યુએટ છે. જુલાઈ 2021માં તેના એક મિત્રએ તેને ગ્વાલિયર લોકાયુક્તમાં તૈનાત કાર્યકારી નિરીક્ષક સુરેન્દ્ર યાદવ સાથે ઓળખાણ કરાવી. 5 જુલાઈ 2021ના ​​રોજ જ્યારે યુવક હોલ્ટ રેલવે ઓવર બ્રિજ પર હતો. પછી કાર્યવાહક નિરીક્ષકે બોલાવ્યો. આ પછી તે પોતાની કાર લઈને યુવક પાસે પહોંચ્યો. આરોપ છે કે તે યુવકને કારમાં બેસાડીને શહેરના મધ્યમાં આવેલી એક હોટલના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે નોકરી અપાવવાના બહાને યુવક સાથે અકુદરતી કૃત્ય આચર્યું હતું.

ઈન્સ્પેક્ટર 9 મહિના સુધી યુવકને ટોર્ચર કરતો રહ્યો હતો. આખરે કંટાળીને યુવકે મિત્ર સાથે મળીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતના કહેવા પ્રમાણે ઈન્સ્પેક્ટર હોટલમાં ગંદું કામ કરતો હતો. આ દરમિયાન તેના મિત્રએ ઈન્સ્પેક્ટરના કાળા કારનામા વીડિયોમાં રેકોર્ડ કર્યા હતા. જેને તેણે પુરાવા તરીકે પોલીસને સોંપી દીધો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર યાદવ એક વર્ષ પહેલા ગ્વાલિયર લોકાયુક્ત આવ્યા છે. અગાઉ તેઓ ટિગ્રામાં પોસ્ટેડ હતા. યુવકની ફરિયાદ બાદ પોલીસે તેના બહોદાપુર સ્થિત ઘરે દરોડો પાડ્યો હતો, પરંતુ આરોપી મળ્યો નથી.

ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચના એએસપી રાજેશ દાંડોટિયાએ જણાવ્યું કે 32 વર્ષીય યુવકે ફરિયાદ કરી હતી કે તે ઘણા સમયથી નોકરીની શોધમાં હતો. વર્ષ 2021માં તેના મિત્ર રાજકુમારે તેને ગ્વાલિયર લોકાયુક્ત વિભાગમાં નિરીક્ષક તરીકે તૈનાત સુરેન્દ્ર યાદવ સાથે ઓળખાણ કરાવી હતી. ઈન્સ્પેક્ટરે યુવકનો મોબાઈલ નંબર પણ લીધો હતો. ચાર-પાંચ દિવસ પછી ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર યાદવનો ફોન આવ્યો. તેણે યુવકને શહેરના મધ્યમાં આવેલી હોટેલ લેન્ડમાર્કમાં આવવા કહ્યું. જ્યારે યુવક હોટલના રૂમમાં પહોંચ્યો ત્યારે ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર યાદવ ત્યાં એકલા જ હાજર હતા. તેણે નોકરી અપાવવાના બહાને તેની સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધ્યો હતો.