ખબર

મિસાલ: આજે સાંસદ બની ગયા ઇન્સ્પેકટર સાહેબ, પણ પોતાના સિનિયરને સલામ કરવાનું ન ભૂલ્યા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ બાદ આંધપ્રદેશના એક સાંસદની તસ્વીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર ઇન્સ્પેક્ટરથી સાંસદ બનેલા એક નેતાની છે, જે પોતાના પૂર્વ બોસને સલામ કરતા જોવા મળી રહયા છે. આંધ્રપ્રદેશમાં હિંદુપુર લોકસભા સીટથી વાયએસઆર કોંગ્રેસ તરફથી પૂર્વ ઇન્સ્પેકટર ગોરંતા માધવ ઉભા હતા, અને હવે તેઓ જીતીને સાંસદ બની ચુક્યા છે.

Image Source

હવે તેમની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તેઓ પોતાના પૂર્વ બોસ સીઆઇડી ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ મહેબૂબ બાશાને સેલ્યુટ કરી રહયા છે. આ તસ્વીરમાં અન્ય પોલીસકર્મીઓ પણ છે, પણ સાંસદ માધવ અને એસપી બાશા એકબીજાને સેલ્યુટ કરતા જોવા મળી રહયા છે. ગોરંતા માધવ અનંતપુર જિલ્લામાં પૂર્વ સર્કલ ઇન્સ્પેકટર રહી ચુક્યા છે. ગોરંતા માધવ હિંદુપુર લોકસભા સીટથી વાયએસઆર કોંગ્રેસની સીટ પર ચૂંટણી લડયા અને 1,40,748 મતોથી ટીડીપી સાંસદ કૃષ્ટપ્પા નિમ્મલાને હરાવીને સાંસદ બની ગયા છે.

Image Source

માહિતી અનુસાર આ તસ્વીર એક પોલિંગ સેન્ટરની છે જ્યા કાઉન્ટિંગ ચાલી રહી હતી. એ સમયે માધવની મુલાકાત ડીએસપી સાથે થઇ. જયારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓએ પોતાના પૂર્વ બોસને સેલ્યુટ કેમ કર્યું તો તેમને જણાવ્યું કે ‘મેં પહેલા ડીસીપીને સલામી આપી અને પછી એમને મને સલામી કરી. હું તેમનો પ્રશંસક સાચું, અમારા વચ્ચે પરસ્પર સન્માન છે. ખરેખર, ટીડીપી નેતા દિવાકર રેડ્ડીએ પોલીસ ફોર્સ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને પછી મેં રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો.’

Image Source

નોંધનીય છે કે માધવે ચૂંટણી લડવા માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાની પોલીસની સેવાથી રાજીનામુ આપી દીધું હતું. તેમને જાન્યુઆરીમાં વાયએસઆર કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks