નવી કારમાં બેસીને પિતાને સરપ્રાઈઝ આપવા માટે પહોંચી પોલીસ ઓફિસર દીકરી, વીડિયો જોઈને તમારી આંખોમાંથી પણ આંસુઓ છલકી ઉઠશે, જુઓ

દરેક માતા પિતા માટે તેમના બાળકો તેમનું નામ ગર્વથી રોશન કરે એનાથી મોટી ખુશી કઈ હોય શકે. ઘણા સંતાનો સફળતા મળી ગયા બાદ પોતાના માતા પિતાને સરપ્રાઈઝ પણ આપતા હોય છે અને આવી સરપ્રાઈઝ જોઈને દરેક વાલીઓની આંખોમાં આંસુઓ પણ આવી હતા હોય છે. આવી સરપ્રાઈઝના ઘણા બધા વીડિયો પણ તમે ઇન્ટરનેટ ઉપર વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલ એવો જ એક વીડિયો લોકોને ભાવુક કરી રહ્યો છે.

હાલ ઇન્ટરનેટ ઉપર પાકિસ્તાનની એક દીકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડ્યૂટી જોઇન કર્યા પછી તે સૌથી પહેલા તેના પિતાને પોતાનો યુનિફોર્મ બતાવવા જાય છે અને આ દરમિયાન તે તેમના માટે સરપ્રાઈઝ ગિફ્ટ પણ લે છે. આ વીડિયો હીરા ઓરાનો છે, જે તાજેતરમાં પાકિસ્તાનમાં કસ્ટમ વિભાગમાં પોલીસ ઓફિસર તરીકે ભરતી થઈ છે.

હીરાએ  તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં અપડેટ પોસ્ટ કરતી વખતે કેટલાક વીડિયો અને ફોટા પણ શેર કર્યા છે. આમાં એક વીડિયોમાં તે કહી રહી છે કે ડ્યૂટી જોઇન કર્યા બાદ તે યુનિફોર્મમાં તેના પિતાની પ્રતિક્રિયા જોવા જાય છે. આ દરમિયાન તે તેમના માટે એક નવી કાર પણ લે છે, જેને હીરા પોતે ચલાવી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે કાર ઘર પાસે રોકાઈ ત્યારે પિતા પોતે બહાર આવ્યા હતા. દરમિયાન એક વૃદ્ધે તેમને અભિનંદન પાઠવ્યા. આ પછી તે દીકરી તરફ ગયો અને તેને જોઈને થોડા ભાવુક થઈ ગયા. વીડિયોમાં હીરાએ પોતે એક કેપ્શન લખીને જણાવ્યું કે તે તેના પિતાને કાર ગિફ્ટ કરી રહી છે અને તે હજુ સુધી તેના વિશે જાણતા નથી.

હીરા પણ આ સરપ્રાઈઝ ગિફ્ટ આપીને તેમની પ્રતિક્રિયા જાણવા માંગતી હતી. દીકરીને યુનિફોર્મમાં જોઈને અને સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવતા પિતા ભાવુક થઈ જાય છે અને તેની પ્રતિક્રિયા જોઈને હીરા કહે છે, “મહેનતનું ફળ મળ્યું છે.” એક નવી શરૂઆત થઈ છે. આ વીડિયોને જોઈને લોકો કોમેન્ટમાં તેને શુભકામના પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hira Ali (@hiraz.aura)

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યા બાદ હીરાએ તેના કેપ્શનમાં પણ લખ્યું છે કે, હું અબ્બુની પ્રતિક્રિયા રેકોર્ડ કરવા જઈ રહી છું. આ હીરાની પસંદગી ગત મે મહિનામાં પાકિસ્તાની કસ્ટમ વિભાગમાં કરવામાં આવી હતી. ડ્યુટી જોઇન કર્યા બાદ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જો કે, ડ્યુટીમાં જોડાઈને તેના પિતાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા બદલ હીરાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં એવું પણ લખ્યું છે કે, દીકરીઓ ક્યારેય માતા-પિતા પર બોજ નથી હોતી.

Niraj Patel