જીવનશૈલી મનોરંજન

શાહરુખ-ગૌરીનો 200 કરોડનો મહેલ “મન્નત” અંદરથી એવો લાગે છે, જુઓ તસ્વીરો જોઈને આંખો ફાટી જશે

બોલીવુડના કિંગખાન અભિનેતા શાહરુખ ખાન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અને લોકપ્રિય અભિનેતા છે.શાહરુખ ખાન ઘણા વર્ષોથી બૉલીવુડ પર રાજ કરતા આવ્યા છે.અત્યાર સુધીની કામિયાબી શાહરૂખે પોતાના મહેનતના દમ પર મેળવી છે.બધા જાણે જ છે કે શાહરુખ ખાનનો આલીશાન બંગલો ‘મન્નત’ કોઈ મહેલથી ઓછો નથી.એક સમયમાં મન્નતને શૂટિંગ લોકેશનના સ્વરુપે પણ ઉપીયોગમાં લેવામાં આવતો હતો.

મન્નત બંગલોમાં સની દેઓલની ફિલ્મ ‘નરસિમ્હા’નું ક્લાઈમૈક્સ શૂટ કરવામાં આવ્યું હતું.આ સિવાય ગોવિંદાની ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ની શૂટિંગ પણ અહીં જ કરવામાં આવી હતી. ફિલ્મોમાં શાહરૂખનું ઘર જેટલું સુંદર દેખાય છે,તેનાથી અનેક ગણી સુંદરતા તેની અંદરની પણ છે.શાહરૂખના ઘરને અંદરથી અત્યાર સુધી ખુબ ઓછા લોકોએ જોયું હશે.

 

View this post on Instagram

 

For @acegroupofficial … #gaurikhandesigns #showflat

A post shared by Gauri Khan (@gaurikhan) on

એવામાં હવે પહેલી વાર કેમેરાની સામે શાહરૂખનો આ આલીશાન બંગલો સામે આવ્યો છે.શાહરુખની પત્ની ગૌરી ખાને તાજેતરમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે,જે મન્નત માં કરવામાં આવ્યું છે.ગૌરી ખાને પહેલી વાર કેમેરાની સામે પોતાના ઘરે જ પોઝ આપ્યા હતા.

આ ફોટોશૂટને લીધે પહેલી વાર મન્નતની અંદર કેમેરો આવ્યો છે,જો કે વર્ષો પહેલા અમુક ફિલ્મોની શૂટિંગ અહીં થઇ ચુકી છે.ગૌરી ખાન પોતે જ એક ઇન્ટિરિયર ડિઝાઈનર છે અને તેણે પોતાના ઘરને સારી રીતે સજાવીને રાખ્યું છે.

જણાવી દઈએ કે મન્નતમાં લેવામાં આવેલા આ ફોટોશૂટમાં ગૌરી ખાને કાળા રંગનું ગાઉન પહેરી રાખ્યું છે.જેમાં તે ઘરની છત પર દેખાઈ રહી છે.સામે આવેલી તસ્વીરોમાં શાહરૂખનું ઘર મન્નત કોઈ જન્નતથી ઓછું નથી લાગી રહ્યું.

આ સિવાય ખાસ વાત એ પણ છે કે ફોટોશૂટની સાથે ‘નેવર સીન બીફોર મન્નત’ ટેગલાઈન પણ આપવામાં આવી છે.તસ્વીરોમાં મન્નત ખુબ જ આલીશાન દેખાઈ રહ્યું છે જેમાં ઘરના એક એક ખૂણાની સુંદરતા દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Beautiful homes are made by beautiful home makers. Bas!

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

તસ્વીરોમાં ગૌરી ખાને અલગ અલગ પોઝ આપ્યા છે.ઘરની અંદર લાઇબ્રેરી,જિમ,સ્વિમિંગ પુલ,મીની થીએટર અને ગાડીઓ માટે વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ પણ છે.

 

View this post on Instagram

 

It’s impossible to look at the iPad Pro and not be struck by its design…. #Gaurikhandesigns .. outfit MXS

A post shared by Gauri Khan (@gaurikhan) on

જણાવી દઈએ કે જયારે શાહરૂખે આ ઘર લીધું હતું ત્યારે તેની કિંમત 15 થી 20 કરોડ રૂપિયા હતી પણ આજે આ આલીશાન ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઇ ચુકી છે.

 

View this post on Instagram

 

A die hard fan of @madhuridixitnene … welcome to #gaurikhandesigns

A post shared by Gauri Khan (@gaurikhan) on

શાહરુખ-ગૌરીનો આ બંગલો 6000 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે.પહેલી વાર ગૌરી ખાને ફોટોશૂટ દ્વારા પોતાનો આશીયાનો દેખાડ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.