ખબર

બિગ બ્રેકીંગ: બિનસચિવાલય પરીક્ષા રદ, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત- જાણો પૂરો મામલો

બિન સચિવાલય ક્લાર્કની Exam ખુબ જ વિવાદિત રહી હતી. જે અંગે પાછળના મહિને પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે SIT રચના કરીને યોગ્ય કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. આ બાબતે આજે સીટ દ્વારા પોતાનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સરકાર દ્વારા અહેવાલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

વોટ્સએપ દ્વારા પેપર ફૂટ્યું હોવાની વાત સાચી સાબિત થઈ: આ દરમિયાન SIT જણાવ્યા અનુસાર તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેની ખરાઇ માટે ફોરેન્સિકને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. એસઆઇટીએ આ બાબતની ખરાઇ કરતા તે પણ સાચી હોવાનું ફલિત થયું છે.

આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગે પ્રેસકોન્ફરન્સ કરી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, 17 નવેમ્બરના રોજ યોજાયેલ બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવશે નહી. અને SITની રચના બાદ દોષી લોકો વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવશે, બિનસચિવાલયની પરીક્ષા અંગર્ગત તેમજ SITના રિપોર્ટના અંતે મુખ્યમંત્રી તેમ જ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ્ કરી દેવામાં આવી છે.