65 હજાર રૂપિયા લઈને માતાનો જીવ બચાવવા પુત્ર રખડતો રહ્યો ઇન્જેક્શન લેવા, ડોકટરે કહ્યું હતું, “ઇન્જેક્શન નહિ મળે તો જીવ જોખમમાં”

કોરોનાની મહામારીના કારણે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, અને હજુ પણ આ સંક્રમણો ભોગ ઘણા લોકો બની રહ્યા છે. પોતાના સેનહીં સ્વજન કોરોનાની ચપેટમાં આવતા તેમને બચાવવા માટેના દરેક પ્રયાસો પરિવારજનો દ્વારા કરવામાં આવે છે.

આ બધા વચ્ચે અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ હચમચી ઉઠશો. અમદાવાદ કૃષ્ણનગરમાં રહેતા નયનાબેન વોરા કોરોના સંક્રમિત થતા તેમને કાનબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બુધવારના રોજ ડોકટરે નયનાબેનના સગાને બોલાવીને જણાવ્યું હતું કે “સમયસર ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ન અપાય તો જોખમ થઈ શકે છે.” ડોક્ટરની વાત સાંભળ્યા બાદ નાયાબેનનો પુત્ર 65 હજાર રૂપિયા લઇ અને શહેરની 10 હોસ્પિટલમાં રખડ્યો હતો. ઈન્જેક્શનની કિંમત 40 હજાર હોવા છતાં પણ નયનાબેનનો પુત્ર 65 હજાર ખર્ચીને પણ પોતાની માતાનો જીવ બચાવવા માંગતો હતો, પરંતુ 4 કલાક રખડવા છતાં પણ તેને ઇન્જેક્શન ક્યાંય મળ્યું નહોતું.

ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ના મળવાના કારણે નયનાબેનું મોત થયું હતું. જેના બાદ પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી હર્યો છે કે ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નહીં મળવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું.

 

Niraj Patel