બલુચિસ્તાનમાં છે હિંગળાજ દેવીનું મંદિર, મુસ્લિમ પણ માથું ઝુકાવે છે મંદિરમાં
શારદીય નવરાત્રીનો 17 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે. અધિકમાસને કારણે આ વખતે નવરાત્રીનો પ્રારંભ મોડો થયો છે. નવરાત્રીમાં નવ દુર્ગાની શક્તિપીઠોનું અલગ જ મહત્વ છે. ભક્તો નવરાત્રી દરમિયાન શક્તિપીઠ જઈને પૂજા અર્ચના કરે છે અને માનતા માને છે. પરંતુ આ વખતે કોરોનાને લઈને ભક્તોને પૂજાની ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે.

નવરાત્રીનું પર્વ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવે છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં માતાની સિદ્ધ પીઠને હિંગળાજ માતા કહેવામાં આવે છે. આશરે 2000 વર્ષ જૂનું હિંગળાજ માતા મંદિર 51 શક્તિપીઠ પૈકી એક છે. આ મંદિરમાં શારદીય નવરાત્રીનો પર્વ બહુ જ ભક્તિભાવથી મનાવવામાં આવે છે.

હિંગળાજ માતાજીના આ મંદિરને મુસ્લિમ પણ સન્માન આપે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જયારે ભગવાન શંકર માતા સતીના મૃત શરીરને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા, તો બહ્માંડને પ્રલયથી બચાવવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાના મૃત શરીરને 51 ભાગોમાં કાપી દીધું હતું. માન્યતા અનુસાર, હિંગળાજ મંદિર એ જગ્યા છે, જ્યાં માતાનું માથું પડ્યું હતું.

દુર્ગમ પહાડો વચ્ચે સ્થિત આ હિંગળાજ ભવાની માતાનું શક્તિપીઠ મંદિર છે, જેને બલૂચિસ્તાનમાં નાનીના મંદિરના નામથી ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરપંથીઓની આંખમાં ખૂંચતા આ મંદિરને ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ આદર આપે છે. પાકિસ્તાનના એક લેખકે તો એવો પણ દાવો કર્યો છે કે મંદિરને બચાવવા માટે બલોચ લોકોએ બલિદાન પણ આપ્યા છે.
આ મંદિરમાં મુસ્લિમ લોકો પણ સેવા કરે છે. અહીં હિન્દૂ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. માન્યતા છે કે, મર્યાદા પુરષોતમ શ્રીરામે પણ આ શક્તિપીઠના દર્શન કર્યા હતા. હિન્દૂ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે, ભગવાન પરશુરામના પિતા જમદગ્નિએ પણ અહીં તપ કર્યું હતું.

ઊંચા પહાડ પર આવેલું આ મંદિર ગુફાના રૂપમાં છે. આ મંદિરમાં કોઈ જ દરવાજો નથી. માન્યતા છે કે હિંગળાજ માતા અહીં રોજ સ્નાન કરવા આવે છે. આ મંદિરના પરિસરમાં ગણેશજી અને કાલિકા માતાજીની મૂર્તિ પણ સ્થાપિત છે. અહીં બે કુંડ બ્રહ્મકુંડ અને તીરકુંડ પણ છે.

હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તનોટ માતા ભારતમાં સ્થિત છે, તેમનું મંદિર જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર સરહદ પાસે આવેલું છે. આ મંદિર પણ ખૂબ જ ચમત્કારિક છે. આ મંદિરમાં માતા સરહદ પર સૈનિકોની રક્ષા કરે છે. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા નાખવામાં આવેલા 3000 બૉમ્બ પણ માતાજીના મંદિરનું કંઈ જ બગાડી શક્યા ન હતા. મંદિરના પરિસરમાં પડેલા 450 બૉમ્બ ફાટયા પણ નહિ, જે હજુ પણ મંદિરમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યા છે.

કરાંચીથી 10-12 મિલ ચાલીને હાવ નદી આવે છે. અહીંથી હિંગળાજ માતાની જાત્રા શરુ થાય છે. અહીં શપથ ગ્રહણ ક્રિયા સંપન્ન થાય છે, જેમાં યાત્રા ખતમ થાય ત્યાં સુધી સંન્યાસ લેવાનો હોય છે. અહીં છડી પૂજન થાય છે અને અહીં રાતવાસો કર્યા બાદ વહેલી સવારે હિંગળાજ માતાની જય બોલાવીને તીર્થ યાત્રા શરૂ થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.