ધાર્મિક-દુનિયા

પૃથ્વી લોક સિવાય પણ બીજા 10 લોકનું રહસ્ય જાણવા જેવું છે, તમારા બાળકોને પણ આપો આ જ્ઞાન, મહત્વપૂર્ણ માહિતી

શું તમને ખબર છે પૃથ્વીની ઉપર કેટલા લોક છે? જાણો મોટું રહસ્ય

મનુષ્ય પોતાની જાતને ખુબ જ શક્તિશાળી સમજતો હોય છે પરંતુ એ ભૂલી જાય છે કે દુનિયામાં બીજી ઘણી એવી શક્તિઓ છે જે માનવશક્તિ કરતા પણ વધારે બળવાન છે અને માણસ આ બધાની વચ્ચે તસુ સમાન પણ નથી, આપણે માનીએ છીએ કે મનુષ્ય તરીકે પ્રથવી લોકો ઉપર આપણને અવતાર મળ્યો તે ઘણું જ મહત્વનું છે પરંતુ મૃત્યુ બાદ આપણે એવું માનીએ છીએ કે આપનો આત્મા સ્વર્ગલોક અથવા નર્કલોકમાં જ જતો હોય છે, પરંતુ એ માન્યતા ખોટી છે. આપણે સ્વર્ગલોકને જ સૌથી શ્રેષ્ઠ લોક પણ માનતા હોઈએ છે, પરંતુ સ્વર્ગ લોકથી શ્રેષ્ઠ બીજા લોકો પણ છે જેના વિશે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ. સ્વર્ગ અને નર્ક સિવાય પણ બીજા 10 લોક છે. આજે આપણે એવા જ 10 લોકો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

Image Source

સત્યલોક અથવા બ્રમ્હલોક:
લોકની કડીઓમાં સૌથી ઉપર આવે છે સત્યલોક. આ લોકને સૃષ્ટિના રચિયતા બ્રમ્હાજીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. બ્રમ્હાજી સાથે આ લોકમાં દેવી સરસ્વતી અને બીજી કેટલીક આધ્યાત્મિક હસ્તીઓ પણ રહે છે. જેમને વર્ષો સુધીની તપસ્યા કર્યા બાદ અને ભૌતિક સુખોનો ત્યાગ કર્યા પછી આ જગ્યા ઉપર પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

Image Source

તપો લોક:
સત્ય લોકથી 12 કરોડ યોજન નીચે આ તપો લોક આવેલો છે જ્યારે ચાર કુમારો સનત, સનક, સનંદન અને સનાતન થઈ છે. ભગવાન વિષ્ણુનો પહેલો આવતાર માનવામાં આવતા આ કુમારો જ્ઞાન અને શક્તિનું દર્શન કરાવે છે. તેમને કુમાર એટલા માટે પણ કહેવામાં આવે છે કે તેઓ અનેશ્વર છે તેમનું શરીર માત્ર 5 વર્ષના બાળક જેવું જ છે. પોતાની પવિત્રતાને કારણે આ કુમારો બ્રમ્હલોક અને ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠમાં જવા માટે સ્વતંત્ર છે.

Image Source

જનલોક :
તપોલોકથી 8 કરોડ યોજન નીચે આવેલી છે મહર્ષિઓની નિવાસ ભૂમિ જેને જનલોક કહેવામાં આવે છે.

Image Source

મહર લોક:
તપોલોકથી 2 કરોડ યોજન નીચે સ્થિત મહર લોકમાં પણ ઋષિ મુનિઓના ઘર આવેલા છે. આ જનલોક અને મહરલોક ઉપર રહેવા વાળા ઋષિ-મીની ભૌતિક જગત અને સત્યલોકમાં વિચરણ કરવા માટે સ્વતંત્ર છે. આ લોક ઉપર રહેવા વાળા મહર્ષિઓ દ્વારા અલગ-અલગ લોક ઉપર જવાની ગતિ એટલી વધારે છે કે આધુનિક વિજ્ઞાન પણ તેને સમજી નથી શકતું. મહાન ભૃગુ મુનિ પણ જનલોકમાં જ રહે છે. આ લોક ઉપર રહેવા વાળા લોકોની જીવન આવ્યું બ્રમ્હાજીના એક દિવસ બરાબર એટલે કે 4.32 અરબ વર્ષ છે.

Image Source

સ્વર્ગલોક:
જેને આપણે સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉપરનો લોક માનીએ છીએ એ સ્વર્ગલોક પાંચમા સ્થાન પાર રહેલો છે. સ્વર્ગલોકની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. બૌદ્ધ ધર્મમાં આ તેત્રીસ કરોડ દેવી-દેવતાઓને યત્ર:ત્રિસત કહેવામાં આવે છે. આ સ્થાન પૃથ્વીની વચ્ચે મેરુ પર્વત ઉપર આવેલું છે. જેની ઊંચાઈ 80 હજાર યોજન છે. સ્વર્ગલોકનું આધિપત્ય ઇન્દ્રદેવ સાંભળે છે.

Image Source

ભુવરલોક:
મનુષ્યોથી થોડા ઉપર અને દેવી-દેવતાઓથી થોડા નીચેની શ્રેણીમાં આવતા લોકો ભુવરલોકમાં રહે છે. આ લોક દેવતાઓના સંપર્કમાં હોય છે અને ક્યારેક ક્યારેક આ લોકના લોકો પૃથ્વી લોક ઉપર વિચરણ કરવા માટે પણ સ્વતંત્ર હોય છે. પોતાની સેવાઓને સમર્પણ સાથે કરવા માટે આ લોકના લોકોને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવે છે અને જો આમ ના થઇ શકે તો તેમને મનુષ્ય જન્મ મળે છે.

Image Source

ધ્રુવલોક:
મહર લોકથી 1 કરોડ યોજન નીચે છે ધ્રુવ લોક, જ્યાં આકાશગંગાઓ અને વિભિન્ન પ્રકારના તારા મંડળોનું સ્થાન છે. આ લોકમાં વૈકુંઠ નામના દૂધનો સાગર હોય છે જ્યાં ભગવાન વિષ્ણુ શ્વેતદ્વીપ નામના ટાપુ ઉપર રહે છે. ધ્રુવલોકમાં વૈકુંઠ પૂર્વ દિશામાં સ્થિત છે. જેને ક્ષીરોદિત્ય વિષ્ણુનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શ્રુષ્ટિના બધા જ લોક જયારે નષ્ટ થઈ જશે છતાં પણ ધ્રુવલોકનું અસ્તિત્વ કાયમી રહેશે. અહીંયા સૂર્ય ઉપરાંત સૌરમંડળના બધા જ ગ્રહો પણ નિવાસ કરે છે.

Image Source

સપ્તર્ષિલોક:
સાત ઋષિઓનું સમૂહ જે લોકમાં રહે છે તેને સપ્તર્ષિલોક કહેવામાં આવે છે આ લોક ધ્રુવ લોકથી 1 લાખ કરોડ યોજન નીચે આવેલો છે. જ્યાં સપ્તર્ષિઓનું નિવાસ સ્થાન છે.

Image Source

ભૂલોક:
ભૂલોક એટલે કે આપનો પૃથ્વી લોક જ્યાં પાપ અને પુણ્યના ફેરામાં ઉલઝેલા મનુષ્યો રહે છે. જેનો અંત નિશ્ચિત છે તે બધા જ પૃથ્વીલોકમાં વસવાટ કરે છે, એ પછી મનુષ્ય હોય કે કોઈપણ જીવજંતુ તેમનો આ લોકમાં અંત હંમેશા નિશ્ચિત જ હોય છે.

Image Source

પાતાળલોક:
અસુરોના સાશન દરમિયાન પાતાળ લોકનું સંચાલન થતું હતું, જ્યાં તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ નિવાસ કરે છે, જેમનો સ્વર્ગ સુધી પહોંચવાનો માર્ગ ભૂલોક થઈને જ જાય છે.