પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની ગાડી પર બેસીને આ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સરે બનાવ્યો વીડિયો, વાયરલ થતા જ લેવામાં આવ્યું મોટું એક્શન, જુઓ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Influencer made video police car bonnet :આજકાલ લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું ઘેલું લાગ્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા અખતરા કરતા હોય છે અને ઘણીવાર આવા અખતરા તેમના માટે જીવલેણ પણ બને છે અને ઘણીવાર તે કાયદાની ચપેટમાં પણ ફસાઈ જતા હોય છે. ઘણા લોકો વાયરલ થવાના ચક્કરમાં નિયમોને પણ નેવે મૂકી દેતા હોય છે. ત્યારે હાલ એક એવી જ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં યુવતી પોલીસ વેન પર રીલ બનાવી રહી છે.
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની ગાડી પર બેસીને બનાવ્યો વીડિયો :
પંજાબના જલંધરના એક સોશિયલ મીડિયા પ્રભાવકે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની કાર પર બેસીને એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. થોડી જ વારમાં આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. પોતાની ફેન ફોલોઈંગ વધારવા માટે કરવામાં આવેલા આ કામને કારણે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની ટીકા થઈ હતી. જ્યારે મામલો પંજાબના ડીજીપી ગૌરવ યાદવ સુધી પહોંચ્યો તો તેમણે તરત જ જાલંધરના પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહલને એસએચઓ અશોક કુમાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.
સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે પાયલ પરમાર :
સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલી પાયલે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની કાર પર બેસીને એક વીડિયો બનાવ્યો હતો. આ વાહન જલંધર પોલીસ કમિશનરેટના ડિવિઝન નંબર 4ના પોલીસ સ્ટેશનના એસએચઓનું હતું. વીડિયો વાયરલ થતાં મામલો ડીજીપી ગૌરવ યાદવ સુધી પહોંચ્યો હતો. વીડિયો જોયા બાદ ચંદીગઢના ટોચના અધિકારીઓ ચોંકી ગયા હતા અને તેમણે તરત જ પોલીસ કમિશનર કુલદીપ ચહલને એસએચઓ અશોક કુમાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ બેડામાં વ્યાપી ગયો ખળભળાટ :
આ પછી અશોક કુમારને લાઇનમાં મૂકવામાં આવ્યા હતા. જે સમયે વીડિયો બન્યો તે સમયે પોલીસ સ્ટેશન 4ના એસએચઓ અશોક કુમાર વાહનની નજીક ન હતા. પરંતુ પોલીસ સ્ટેશન 4ના કર્મચારીઓ નજીકમાં જ ઉભા હતા. પાયલ પરમારે પણ એક વીડિયો બનાવીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ પછી તે ઝડપથી વાયરલ થવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓએ આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં