ખબર

શરીર ઉપર કેટલી ભયાનક રીતે હુમલો કરે છે કોરોના વાયરસ, જાણીને તમે પણ ચોંકી ઉઠશો

છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના વાયરસનો ડર દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના વિષે સંશોધન કરવામાં પણ લાગી ગયા છે. અને ઘણા ચોંકવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. આ બધા વચ્ચે એક એવો ખુલાસો સામે આવ્યો છે જે જાણીને કોઈપણ ચોંકી ઉઠે.

Image Source

કોરોના વાયરસ શરીરમાં કેટલી ભયાનક રીતે હુમલો કરે છે તેનો ખુલાસો કરવામ આવ્યો છે, આ અભ્યાસ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીના રિસર્ચર્સના નૈતૃત્વમાં વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસનો માણસના શરીર ઉપર હુમલો કેવી રીતે થાય છે. વૈજ્ઞાનિકોને પણ અત્યાર સુધી ખબર નહોતી કે આ હુમલો કેવી રીતે થાય છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોરોનાથી સંક્રમિત સેલ બીજા સેલને પણ સંક્રમિત કરવામાં લાગી જાય છે.

Image Source

આ રિસર્ચમાં એવું માલુમ પડ્યું છે કે SARS-Cov-2 માણસના સેલને સંક્રમિત કર્યા બાદ તેની અંદર ભયાનક બદલાવ કરી દે છે. ત્યારબાદ “વાયરસના નિર્દેશ પ્રમાણે” માણસના સેલમાં વ્યાપક વિસ્તાર જોવા મળે છે. આ રિસર્ચમાં એમ પણ સામે આવ્યું છે કે જયારે કોરોણ વાયરસ માણસના શરીરના સેલને સંક્રમિત કરી દે છે અને પોતાના કાબુમાં કરી લે છે ત્યારબાદ પાડોસી સેલને પણ સંક્રમિત કરવાનું શરૂ કરી દે છે.

Image Source

આ રિસર્ચમાં એમ પણ સામે આવ્યું છે કે કોરોણ વાયરસ માણસના શરીરમાં પ્રવેશીને સંક્રમિત સેલને એટલો સક્ષમ બનાવી દે છે કે તે આપસપર્સના સેલને પણ બરબાદ કરી નાખે છે. જેના કારણે કોરોના વાયરસ ઘણો જ તાકતવર થઇ જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.