ખબર

સરકારે ફરી કાઢ્યો નવો કોવિડ પ્રોટોકોલ, સ્ટેરોઈડ બાબતે આપી આ સલાહ- જલ્દી વાંચો

ભારતમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ. આ બીજી લહેરે તો ઘણા લોકોના ઘર ઉજાડી નાખ્યા છે તો કેટલાક લોકોએ પરિવારના દીકરા ખોયા છે તો કેટલાક લોકોએ પરિવારના મોભીને ગુમાવ્યા છે. ભારતમાં બીજી લહેર દરમિયાન ફરી એકવાર સરકારે કોરોના પ્રોટોકોલમાં ફેરફાર કર્યો છે. સરકારનું કહેવુ છે કે, કોરોના હવા દ્વારા ફેલાય છે.

આજે એટલે કે બુધવારના રોજ સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, WHOની એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી પ્રાપ્તિઓને સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે દવા સારવાર દરમિયાન લેવામાં આવે છે તેને લઇને પણ સલાહ આપવામાં આવી છે.

સરકારે આ નવા નિયમોમાં સ્ટેરોયડ, રેમડેસિવિર અને ટોસીલીજુમેહ દવાઓ છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે. તમને જણાવી દઇએ કે, સરકારે રિકવર થયા બાદ જે સમસ્યાઓ થાય છે તેનાથી બચવા માટે આ દવાઓ છે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાનું કહ્યુ છે.

કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેરોયડ બ્લેક ફંગસ જેની ખતરનાક બીમારીનું કારણ બની શકે છે. દેશમાં આ બીમારીના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. આ બીમારીને કારણે કેટલાકે તો આંખોની રોશની પણ ગુમાવી છે.

AIIMSના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ થોડા સમય પહેલા જણાવ્યુ હતુ કે, સ્ટેરોયડનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તેની તેમને સલાહ આપી હતી. હાલ દેશમાં કોરોનાના કુલ 2 કરોડ 71 લાખ 56 હજાર 382ને પાર કરી ગયા છે, ત્યાં 3 લાખ 11 હજાર 421 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે અને આ અંતર્ગત રસીકરણનો આંક 20 કરોડને પાર થઇ ગયો છે.