ભારતીય શેરબજારમાં ઓક્ટોબર મહિનો રોકાણ કરનારાઓ માટે સમસ્યાઓ લઈને આવ્યો છે. આ મહિના દરમિયાન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આ મહિને વિદેશી ઇન્વેસ્ટરોએ 97 હાજર કરોડ રૂપિયા આપણા માર્કેટમાંથી કાઢી લીધા છે. આંકડાઓ પર નજર કરીએ તો આ મહિનામાં BSE સેન્સેક્સ અત્યાર સુધીમાં 5 ટકા ઘટ્યો જ્યારે એનએસઈ નિફ્ટીની સ્થિતિ પણ આવી જ છે. ઇન્ડસલેન્ડ બેંકના શેરોમાં 18.77 ટકાનો ઘટાડો થયો જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝમાં 5.20 ટકાનો ઘટાડો થયો. શ્રીરામ ફાઇનાન્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુલન્સના શેરો 5 ટકાથી વધુ તૂટ્યા.
જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ 4 ટકાથી વધુ તૂટ્યા. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, ટાટા પાવર કંપની, કેનેરા બેંક, NTPC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, ICICI પ્રુડેન્શિયલ અને અદાણી ગ્રીન એનર્જીના શેર્સ 3 ટકાથી વધુ તૂટ્યા છે. વેદાંતા, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઝિંદાલ સ્ટીલ એન્ડ પાવર, પંજાબ નેશનલ બેંક, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ટાટા સ્ટીલ અને અદાણી પાવર 2 ટકાથી વધુ તૂટ્યા છે,
જ્યારે ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન, ટાટા મોટર્સ, સ્ટેટ બેંક ઓફ બરોડા, બજાજ ફાઇનાન્સ, HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને ટેક મહિન્દ્રાના શેર્સ 1 ટકા કરતા વધુ તૂટ્યા છે. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, ઝોમેટો, ICICI બેંક, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવી કંપનીના શેર્સમાં 1 ટકા કરતા ઓછો ઘટાડો નોંધાયો છે. આજે શેરબજારની ધીમી શરૂઆત થઈ હતી, પણ થોડા સમય પછી બેન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો થયો હતો અને થોડી જ વારમાં બેન્ક નિફ્ટી 1100 પોઈન્ટ ગગડ્યો હતો.
સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ ઘટી ગયો હતો જ્યારે નિફ્ટી 245 પોઈન્ટ ઘટ્યો હતો. NSE પર લીસ્ટ થયેલા 2,659 શેરોમાંથી માત્ર 246 શેરમાં જ વધારો નોંધાયો જ્યારે બાકીના 2,343 શેરમાં ઘટાડો નોંધાયો અને 70 શેરો યથાવત રહ્યા. 18 શેરો 52 વિક હાઈ પર ટ્રેડ થઈ રહ્યા હતા, તો 193 શેરમાં 52 વિક લો પર પહોંચ્યા હતાં. 198 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી અને 33 શેર અપર સર્કિટ લાગી હતી.ભારતના અગ્રણી ખાનગી ક્ષેત્રના બેંકિંગ સંસ્થાન ઇન્ડસઇન્ડ બેંકે તાજેતરમાં તેના બીજા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે.
આ પરિણામોએ બેંકિંગ ક્ષેત્રમાં ધ્યાન ખેંચ્યું છે, કારણ કે બેંકના નફામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બેંકનો ચોખ્ખો નફો 40 ટકા જેટલો ઘટીને 1331 કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં 2202 કરોડ રૂપિયા હતો.જોકે, રોકાણકારો માટે આશાસ્પદ બાબત એ છે કે બેંકની કુલ આવકમાં વધારો નોંધાયો છે. આ આંકડો 13530 કરોડ રૂપિયાથી વધીને 14871 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે બેંકની આવક વૃદ્ધિની ક્ષમતા દર્શાવે છે.
View this post on Instagram
વિશ્લેષકોના મત મુજબ, વર્તમાન સમયમાં ઇન્ડસઇન્ડ બેંકમાં રોકાણ કરવાની તક ઘણી આકર્ષક માનવામાં આવી રહી છે.નફામાં ઘટાડાના મુખ્ય કારણોમાં નબળી એસેટ ગુણવત્તા અને વધેલી જોગવાઈની રકમ મુખ્ય છે. બેંકનો ગ્રોસ એનપીએ 1.93 ટકાથી વધીને 2.11 ટકા થયો છે, જ્યારે નેટ એનપીએ 0.57 ટકાથી વધીને 0.64 ટકા થયો છે. આંકડાકીય રીતે જોઈએ તો, ગ્રોસ એનપીએ 7127 કરોડથી વધીને 7638 કરોડ રૂપિયા થયો છે, અને નેટ એનપીએ 2096 કરોડથી વધીને 2282 કરોડ રૂપિયા થયો છે.
બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીईઓ સુમંત કથપલિયાએ પરિસ્થિતિ અંગે સકારાત્મક દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. તેમના મતે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું છે. બેંકે રિટેલ ડિપોઝિટ વધારવા માટે વિશેષ વ્યૂહરચના અપનાવી છે, જે આવનારા સમયમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે.ફિલિપ કેપિટલના રિસર્ચ રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2025માં બેંકની માર્જિન પર અસર થઈ છે અને લોનની કિંમતમાં વધારો થયો છે. માઇક્રો ફાઇનાન્સ પોર્ટફોલિયોમાં દેખાતા દબાણને કારણે બેંકની વૃદ્ધિ ધીમી પડી છે. જોકે, બેંકની મજબૂત આવક વૃદ્ધિ અને વ્યવસ્થાપનની સક્રિય વ્યૂહરચના ભવિષ્યમાં સુધારાની આશા જગાવે છે.