ધાર્મિક-દુનિયા

સ્ત્રીઓમાં માસિક ધર્મની ઘરૂઆત કઈ રીતે થઇ? જાણો શાસ્ત્રો વિશે

પીરિયડ્સનો દુઃખાવો… ડાઘ લાગવાની બીક… અને આખી દુનિયાના કેટલાય નિયમો… આ બધા જ વચ્ચે દરેક મહિને એક સામાન્ય છોકરીની લડાઈ લડે છે. ભારતમાં જો છોકરીઓ પીરિયડ્સમાં હોય તો તેમને રસોડામાં પ્રવેશ કરવા નથી દેતા,

મંદિરમાં પ્રવેશ કરવા નથી દેતા અને કેટલાક ઘરોમાં તેમને બેડ પર સૂવાની પણ મંજૂરી નથી, તેઓને અશુદ્ધ માનવામાં આવે છે. વાહ ભાઈ!! કોઈને કોઈ કારણોસર સ્ત્રીઓને તેમની શારીરિક રચનાને કારણે દંડ આપો જ.

Image Source

કેટલાક મહિનાઓ પહેલા જ કેટલાક મંદિરોમાં મહિલાઓના પ્રવેશ ઉપરના પ્રતિબંધ અંગે ઘણા વિવાદ થયા હતા. મંદિરના પ્રમુખ લોકોએ કહ્યું હતું કે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. મંદિરના વડાનું કહેવું હતું કે માસિક પરીક્ષણ કરવાવાળી મશીનથી ચેક થયા બાદ જ મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. એ બધાને લાગે છે કે સ્ત્રીઓ શુદ્ધ છે કે નહિ એ ચેક કરવું મુશ્કેલ હોય છે.

Image Source

એમ તો આ મામલે પહેલા પણ ઘણું લખાઈ ચૂક્યું છે અને સંભળાઈ ચૂક્યું છે. પરંતુ જો ધર્મની રીતે જોઈએ તો પણ હંમેશાથી સ્ત્રીઓ જ દોષી રહી છે. આ માત્ર બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ વિશે જ નહિ, પણ આપણા દેશના નેતા અને સમાજના લોકો વારંવાર સ્ત્રીઓને કોઈને કોઈ બાબતે દોષિત ગણાવતા હોય છે.

સ્ત્રીઓને થતા માસિક સ્રાવનો ઉલ્લેખ હિન્દૂ ધર્મગ્રંથોમાં પણ છે. ભાગવત પુરાણ મુજબ મહિલાઓને માસિક શા માટે આવે છે? આ વિશે એક પૌરાણિક કથા મળી આવે છે. હિન્દુ ધર્મમાં, સ્ત્રીને પીરિયડ્સ આવવાનો અર્થ એ છે કે તેણે બ્રહ્મહત્યાનું પાપ કર્યું છે.

પુરાણ અનુસાર, એકવાર ‘બૃહસ્પતિ’ જે દેવતાઓના ગુરુ હતા, દેવરાજ ઇન્દ્રના વધતા ઘમંડને કારણે તે ખૂબ ક્રોધિત થયા. ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રલોક છોડીને ચાલ્યા ગયા અને ઇન્દ્ર નબળા પડી ગયા. તે દરમિયાન, અસુરોએ દેવલોક પર હુમલો કર્યો અને ઈન્દ્રને ઇન્દ્રલોક છોડીને જવું પડ્યું.

Image Source

ત્યારે ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને તેમની પાસેથી મદદ માંગી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, ઇન્દ્રદેવ, તમારે કોઈ બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી જોઈએ, તો તમારા દુઃખોનનુ નિવારણ થશે. પછી ઇન્દ્ર એક બ્રહ્મજ્ઞાની વ્યક્તિની સેવા કરવા લાગ્યા.

પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે એ બ્રહ્મજ્ઞાનીની માતા અસુર હતી. માતાને અસુરો પ્રત્યે વિશેષ લગાવ હતો. એવામાં ઇન્દ્રદેવ દ્વારા અર્પણ બધી જ હવન સામગ્રી જે દેવતાઓને અર્પિત કરવામાં આવતી હતી એ બ્રહ્મજ્ઞાની અસુરોને ચઢાવ્યા કરતા હતા. આનાથી ઇન્દ્રની સેવા ભંગ થઇ ગઈ. જયારે ઇન્દ્રને આ વિશે જાણ થઈ ત્યારે તે ખૂબ ગુસ્સે થયા.

તેમને એ બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી દીધી. હત્યા કરતા પહેલા, ઇન્દ્ર તે બ્રહ્મજ્ઞાનીને ગુરુ માનતા હતા અને ગુરુની હત્યા કરવી એ એક ઘોર પાપ છે. આ જ કારણે તેમને બ્રહ્મહત્યાનો દોષ પણ લાગી ગયો.

Image Source

આ પાપ એક ભયંકર દાનવના રૂપમાં તેમની પાછળ પડી ગયું. કોઈક રીતે ઇન્દ્રએ પોતાને ફૂલમાં છુપાવી રાખ્યા અને કેટલાય વર્ષો સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરતા રહયા. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ઇન્દ્રને બ્રહ્મહત્યાના દોષથી બચાવી લીધા.

તેમને આ પાપથી મુક્તિ માટે એક સૂચન આપ્યું. સૂચન મુજબ, ઇન્દ્રએ ઝાડ, પાણી, જમીન અને સ્ત્રીને તેમના પાપનો થોડો થોડો અંશ આપવા માટે મનાવ્યા. ઇન્દ્રની વાત સાંભળીને તેઓ તૈયાર થઇ ગયા અને ઇન્દ્રએ તેમને એક-એક વરદાન આપવાની વાત કહી.

સૌથી પહેલા વૃક્ષે બ્રહ્મહત્યાના પાપનો ચોથો ભાગ લઇ લીધો, જેના બદલામાં ઇન્દ્રએ વૃક્ષને પોતાની જાતે જ જીવિત થવાનું વરદાન આપ્યું. આ પછી જળે ચોથા ભાગનું પાપ લીધું અને ઇન્દ્રએ જળને વરદાન આપ્યું કે તેનામાં અન્ય વસ્તુઓને શુદ્ધ કરવાની શક્તિ હશે .

Image Source

બ્રહ્મહત્યાનું ચોથા ભાગનું પાપ ધરતીએ લીધું અને બદલામાં, ઇન્દ્રએ ધરતીને વરદાન આપ્યું કે ધરતી પર લાગનાર કોઈ પણ ઘાથી તેને કોઈ અસર નહિ થાય અને એ ફરીથી ઠીક થઇ જશે. આખરે સ્ત્રીઓ બાકી રહી ગઈ. ઈન્દ્રનું બ્રહ્મહત્યાનું પાપ સ્ત્રીએ લીધું અને બદલામાં ઇન્દ્રએ સ્ત્રીને એક વરદાન આપ્યું કે સ્ત્રીઓ દર મહિને માસિક ધર્મ થશે. પરંતુ સ્ત્રીઓ પુરુષોની અપેક્ષાએ અનેકગણી વધારે કામનો આણંદ ઉઠાવી શકશે.

Image Source

પૌરાણિક માન્યતાઓ અનુસાર, સ્ત્રીઓ સદીઓથી બ્રહ્મહત્યા એટલે કે પોતાના ગુરુની હત્યા કરવાનું પાપ ઉઠાવતી આવી છે. તેથી તેમને મંદિરોમાં તેમના ગુરુઓ પાસે જવાની મંજૂરી નથી. એવું માનવામાં આવે છે કે ત્યારથી સ્ત્રીઓમાં માસિક સ્રાવ શરૂ થયો. જો કે, આધુનિક યુગમાં, જે લોકો વૈજ્ઞાનિક અભિપ્રાયમાં વિશ્વાસ કરે છે તેઓ આ બાબતોને ગંભીરતાથી લેતા નથી.