ખબર

સુહાગરાત માણ્યા પહેલા આ વરરાજાએ ઝેર ખાધું, રહસ્ય જાણીને બધા હેરાન થઇ ગયા

દરેક વ્યક્તિ માટે લગ્નનો દિવસ ખુબ જ ખાસ હોય છે, લગ્ન બાદ વ્યક્તિના એક નવા જીવનની શરૂઆત થવાની હોય છે. પરંતુ ઘણીવાર ઘટનાઓ એવી બને છે કે ખુશીનો પ્રસંગ પણ શોકમાં બદલાઈ જાય છે. આવું જ કંઈક જોવા મળ્યું છે ઈંદોરના ચંદન નગરમાં. જ્યાં એક યુવકે પોતાના લગ્નની સુહાગરાત પહેલા જ ઝેર ખાઈ લીધું હતું.

ઈંદોરના ચંદન નગર ક્ષેત્રમાં રવિવારે રાતે એ સમય સનસની મચી ગઈ જ્યાં એક વરરાજાએ ઝેર ખાઈ લીધું. વરરાજાને ગંભીર હાલતમાં સારવાર માટે એમ. વાય. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ મામલામા પોલીસે કેસ દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલો ચંદન નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં રહેવા વાળા સૈફ અલીએ પોતાના લગ્નના દિવસે જ ઝેર ખાઈ લીધું. ત્યારબાદ તેને ઉતાવળમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરિવારજનોના જણાવ્યા અનુસાર સૈફ એલીના શનિવારના રોજ મલ્હારગંજના જીન્સી ક્ષેત્રમાં લગ્ન થયા હતા અને રવિવરના રોજ લોકડાઉન હોવાના કારણે સોમવારના રોજ રિસેપશન રાખવામાં આવ્યું હતું.

વરરાજાના પરિજન તૌહીદ કુરેશીએ જણાવ્યું કે તેના ભાઈના નિકાહ થઇ ગયા હતા અને રિસેપશનની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારબાદ અચાનક જ તેના પેટમાં દુઃખાવો શરૂ થયો. જો કે હજુ સુધી વરરાજાએ ઝેર કેમ ખાધું તેના કારણોનો ખુલાસો નથી થયો. આ મામલામાં ચંદન નગર પોલીસે કેસ દાખલ કરીને અને તપાસ શરૂ કરી દીધી છે.