ખબર

નકલી રેમડેસિવિર ઇંજેક્શન લગાવ્યા બાદ થયુ મિત્રના માતા-પિતાનું મોત, ફોટો જોઇ આરોપીની કરી ઓળખ

નકલી રેમડેસિવિરે યુવકને અનાથ બનાવ્યો, ઇન્જેક્શન લગાવ્યા પછી મિત્રનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં

ભારતમાં કોરોના મહામારીને કારણે અત્યારે સ્વાસ્થ્યસંબંધી સેવાઓ પણ પૂરતી માત્રામાં પ્રાપ્ત થઈ રહી નથી. એવામાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં નકલી રેમડેસિવિરનો ડોઝ લેતાં પતિ અને પત્નીનાં મૃત્યુ થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે નકલી રેમડેસિવિરથી પ્રથમ મોતનો બનાવ સામે આવ્યો છે. નકલી રેમડેસિવિર ઇંજેક્શનનું કારખાનું પકડાવાથી ઘણી હોસ્પિટલોમાં હડકંપ મચી ગયો છે.

Image source

નકલી રેમડેસિવિર કેસ અંગે એક યુવકે ફોન કરીને પોલીસને જણાવ્યું હતું કે એના મિત્રના માતા-પિતાએ રેમડેસિવિરનો ડોઝ નંબર 246039A લીધો હતો. ત્યાર પછી ગણતરીના સમયમાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. તેણે સમાચારપત્રમાં એક નકલી રેમડેસિવિર વેચતી ગેંગનો ફોટો જોયો હતો. આ આરોપીઓ પાસેથી જ તેણે રેમડેસિવિરનાં ઈન્જેક્શન ખરીદ્યાં હતાં. અત્યારે તો પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને તેમણે મૃતક દંપતીનું નામ જાહેર કર્યું નથી.

Image source

આરોપી સુનીલ પુત્ર રાવેંદ્ર મિશ્રા મૂળ રીવાનો રહેવાસી છે અને વર્તમાનમાં પ્રેમિકા સાથે લિંબોડી સ્થિત ફ્લેટમાં રહેતો હતો. પૂછપરછમાં મિશ્રાએ જણાવ્યુ કે, તે પહેલા માસ્ક અને સેનેટાઇઝર સપ્લાય કરતો હતો. આ દરમિયાન કૌશલ વોરા અને પુનીત શાહથી સંપર્ક થયો.

Image source

આરોપીઓથી 1700 રૂપિયામાં નકલી રેમડેસિવિર ઇંજેક્ન ખરીદી એજન્ટોને છ હજાર રૂપિયાના હિસાબે વેચવા લાગ્યો. મિશ્રાએ કેટલીક હોસ્પિટલો સાથે સંપર્ક કર્યો અને સીધા ઇંજેક્શનની આપૂર્તિ કરવા લાગ્યો.

Image source

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં પણ આ અંગે તપાસ હાથ ધરીને અમે જરૂરી માહિતી મેળવી રહ્યા છીએ. જો કોઈપણ બીજા દર્દીનું પણ આ રેમડેસિવિરથી મૃત્યુ થયું હશે, તો આરોપીઓ પર 304A અંતર્ગત ગુનો નોંધવામાં આવશે.