ખબર

લોકડાઉનમાં લકઝરી કારથી નીકળ્યો શખ્સ, એવી સજા મળી કે જીવનભર યાદ રાખશે- જુઓ વિડીયો

હાલ દેશભરમાં કોરોનએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન લોકોને બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. લોકડાઉન દરમિયાન 90 લાખની ઓપન કાર રહેલા એક યુવકને પોલીસે તપાસ દરમિયાન પકડી પાડયો હતો. અને કેહર રસ્તા પર ઉઠક-બેઠક કરાવી હતી.

ઈંદોરના સુખલીયા ચાર રસ્તા પાસે શનિવારે દિપક દરિયાની દીકરો સંસ્કાર તેની પોર્શ કાર લઈને નીકળ્યો હતો.આ દરમિયાને તેને માસ્ક પહેરવાને કારણે તેને રોકવામાં આવ્યો હતો. આ માટે થઈને સંસ્કારને સુરક્ષા સમિતિના સભ્યએ તેને ઉઠક બેઠક કરાવી હતી. મોડી રાતે વિડીયો શેર કરીને કહ્યું હતું કે, ભોજન વિતરણ કરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેની પાસે લોકડાઉનનો પાસ હોવા છતાં પણ પોલીસ કર્મીએએ એની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.

લોકડાઉન વચ્ચે પોલીસની આ કાર્યવાહીમાં લકઝરી કાર ચલાવતા શખ્સ સંસ્કાર દરિયાનીએ જણાવ્યું હતું કે, સુરક્ષાકર્મીએ જયારે હું લોકોને ફૂડ પેકેટ આપીને પરત ફરી રહ્યો હતો. મેં તેને મારો પાસ દેખાડ્યો હોવા છતાં તેને મને ગાળો આપીને ઉઠકબેઠક કરાવી હતી. સંસ્કારે વધુમાં જણાવ્યું હતું કે, મેં સુરક્ષાકર્મી સાથે વાર કરવાની કોશિશ કરી તો તેને મારી વાત માનીના હતી. છતાં પણ મેં તેના આદેશન પાલન કર્યું હતું. આ સાથે જ સુરક્ષાકર્મીએ આ આખી ઘટનાનો વિડીયો બનાવી મારી મજાક ઉડાવીને મને છોડી દીધા હતા.

હીરાનગર પોલીસ સ્ટેશનના અધિકારી રાજીવ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, મને સુપરકાર ચાલવી રહેલા યુવકના વીડિયોની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા મળી છે. પરંતુ આ વિડીયોની સત્યતા બાદ જ કંઈક કહી શકાય.

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં કોરોનનું સંક્ર્મણ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેર કોરોનાનું કેન્દ્ર બની રહ્યું છે. સૌથી વધુ કેસ ઇન્દોરમાં છે. ઇન્દોરમાં અત્યાર સુધીમાં 1176 લોકો કોરોનથી સંક્રમિત થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.