ખબર

હે ભગવાન..45 વર્ષના આ સાહેબના 2 રિપોર્ટ નેગેટિવ હતા, રવિવારે રજા મળવાની હતી અને શનિવારે રાતે જ મૃત્યુ થયું ..જાણો વિગત

કોરોના વાયરસના કારણે ઘણા લોકો મૃત્યુની ચપેટમાં ચાલ્યા જાયે છે, દુનિયાભરમા અટાયર સુધીમાં લાખો લોકોના મૃત્યુ થઇ ગયા છે અને દિવસેને દિવસે આ આંકડો પણ વધતો જાય છે. ભારતમાં પણ ઘણા લોકોના મૃત્યુ થઇ ગયા છે ત્યારે આ બધા વચ્ચે જયારે કોઈ ડોકટર કે પોલીસકર્મી પોતાની ફરજ નિભાવતા હોય અને તે કોરોના સંક્રમિત મળી આવે અથવા તો કોરોનાના કારણે તેમનું મૃત્યુ થાય ત્યારે ખરેખર દિલ રડી ઉઠે.

Image Source

આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલી સામે આવી છે જ્યાં 45 વર્ષના ઈંસ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશીનું કોરોનાના કારણે અવસાન થયું છે. તે છેલ્લા 19 દિવસથી અરવિંદો હોસ્પિટલમાં ભરતી હતા.ચંદ્રવંશીનો પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ ત્યારબાદ 13 અને 15 એપ્રિલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

હોસ્પિટલના ડોકટર વિનોદ ભંડારીના જણાવ્યા અનુસાર ચંદ્રવંશીના મૃત્યુનું કારણ પલ્મોનરી એમ્બોલિઝજ છે, રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. પરંતુ શનિવારે જ તેમનું આવસાન થયું હતું. ઈંદોરના સીએમએચઓનું કહેવું છે કે ચંદ્રવંશીનું મૃત્યુ કોરોનાના આંકડામાં જ ગણવામાં આવશે. ત્યારે ચંદ્રવંશી સાથે રહેનારા ઈસાઈ પણ સંકરિમાણમાં છે. ભાજપના પૂર્વ પાર્ષદના મર્યું પછી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ઇન્દોરમાં અત્યાર સુધી 50 લોકોના મૃત્યુ થઇ ગયા છે.

Image Source

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ઇન્સ્પેકટર ચન્દ્રવંશીના પરિવારને 50 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે, તેમને ટ્વીટ કર્યું છે કે “હું દેવેન્દ્ર ચંદ્રવંશીના ચરણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તે કોરોના વોરિયર્સ બની અને લોકોની સેવામાં લાગેલા હતા. આ સંકટના સમયમાં મારી સાથે આખો પ્રદેશ તેમની સાથે ઉભો છે. શોકાકુલ પરિવારને રાજ્ય સાશનના તરફથી આર્થિક મદદ અને તેમની પત્નીને સબ ઇન્સ્પેકટરના પદ ઉપર નિયુક્ત કરવામાં આવે છે.”

પ્રશાસનના આદેશ પ્રમાણે ઈન્સ્પેકટર ચંદ્રવંશીના પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધો જ મુક્તિધામ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેમના અંતિમ સંસ્કાર પહેલા ગાર્ડ ઓફ ઑનર અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ રહ્યા હતા.

Image Source

ઇન્સ્પેકટર ચંદ્રવંશીને કોરોના કરતા પણ વધારે નિમોનિયાનું સંક્ર્મણ થઇ ગયું હતું, તેમને હાલત ઘણા દિવસથી ગંભીર હતી, 15 દિવસથી તે વેન્ટિલેટર પર હતા.  તેમના આ અકાળે મૃત્યુથી તેમના સ્ટાફ અને પરિવાર જનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Author: GujjuRocks Team