દુઃખદ સમાચાર : પપ્પા તમે જિદ્દી છો અને મમ્મી… આવું લખી IIT વિદ્યાર્થીએ કરી હતી આત્મહત્યા

IIT માં ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, છેલ્લે પપ્પાને કહ્યું કે હું સમજી રહ્યો છું કે તમે એકલા રહી જશો પણ

દેશમાં ઘણીવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કેટલાક લોકો પ્રેમમાં નાસીપાસ થઇ મોતને વહાલુ કરી લેતા હોય છે, તો કેટલાક લોકો માનસિક ત્રાસને લઇને આત્મહત્યા જેવું પગલુ ભરતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક IIT વિદ્યાર્થીએ છેલ્લી ચિઠ્ઠી લખી આત્મહત્યા કરી લીધી છે. તેણે આત્મહત્યા પહેલા જે છેલ્લી ચિઠ્ઠી લખી હતી તેમાં લખ્યુ કે, પપ્પા તમે ઘણા જિદ્દી હતા, ત્યાં જ મમ્મી મજબૂર. મમ્મી હું સમજી રહ્યો છુ કે તમે એકલા રહી જશો પરંતુ હવે વધારે સહન નથી થઇ રહ્યુ. સોરી મમ્મી…જઇ રહ્યો છું. આ નોટમાં છેલ્લે I Quit લખ્યુ હતુ.

પપ્પા…તમારે થોડો વધારે સમય વીતાવવો જોઇતો હતો. અમારા બધા સાથે વાત કરવી જોઇતી હતી. જેટલી તમે તમારા ભાઇ-બહેનો સાથે કરતા, તેનાથી અડધી પણ કરતા તો ચાલતુ. મારાથી આટલી બધી ઉમ્મીદ રાખ્યા પહેલા પૂછી તો લેતા. પ્રેશર હેંડલ ન કરી શક્યો હું. આ અંશ છે એ છેલ્લી ચિઠ્ઠીના જે IIT વિદ્યાર્થીએ લખ્યા છે. મેઘાવી વિદ્યાર્થી સાર્થકે જીવનના પડકારોથી હારી જીવનલીલા સમાપ્ત કરી દીધી.

આ કિસ્સો ઇન્દોરનો છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીમાં અધિક નિયામક બ્રજેશ કુમારના પુત્ર સાર્થકે ફાંસી લગાવી લીધી હતી. સાર્થક વિજયાવત IIT ખડગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તેનું સ્વપ્ન દેશ માટે સક્ષમ એન્જિનિયર બનવાનું હતું, પરંતુ તે પહેલા જ તેણે દુનિયા છોડી દીધી. સાર્થકે સુસાઈડ નોટમાં લખ્યું, ‘માફ કરજો! અને હવે હું શું કહી શકું, જે અપેક્ષાઓ સાથે મેં JEEની તૈયારી કરી હતી તે તૂટી ગયા પછી જ બધું ખરાબ થવા લાગ્યુ.એકબાજુ વિચાર્યુ હતુ કે, કેમ્પસમાં જઇશ, એન્જોય કરીશ કયાં આ ઓનલાઈન અસાઇન્મેન્ટમાં અટવાઈ ગયો.

તેણે આગળ લખ્યુ, કદાચ ટાળી શકાયું હોત, ઘણા લોકોને તક મળી પણ તે લોકોએ કશું કર્યું નહીં. કદાચ ત્યાં કોઈ બાહ્ય હેતુ હશે. ફેમીલી પણ શાનદાર છે. પપ્પા જીદ્દી, માતા મજબૂર, વાત્સલ્યા માસૂમ. જો હું સંભાળ લઉં તો પણ કોની કોની ? પપ્પા, તમારે અમારા બધા સાથે થોડો વધારે સમય પસાર કરવો હતો. અમારી સાથે વાત કરવી જોઈતી હતી. જો તમે તમારા ભાઈઓ અને બહેનો સાથે જે વાત કરી હતી તેમાંથી તમે અડધું કર્યું હોત, તો તમે આગળ વધ્યા હોત. માતા, હું સમજું છું કે તમે એકલા પડી જશો, પરંતુ હવે વધુ સહન નથી થતુ.

આ ચિઠ્ઠીમાં છેલ્લે લખવામાં આવ્યુ હતુ, મન તુ કહેવાનું તો કહી દીધુ (I Quit). પોલીસે નોટ જપ્ત કરી અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો. પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે કે મૃતક છેલ્લા કેટલાક સમયથી તણાવમાં હતો. તેનું પરિણામ એ આવ્યું કે તેણે પોતાની કારકિર્દી અને પરિવાર સાથે જોડાયેલી બાબતોનો ઉલ્લેખ કર્યો. કોલેજ ન ખુલી શકવાના કારણે તે થોડા સમયથી તણાવમાં પણ હતો.

પ્રતિકાત્મક તસવીર

ઇંદોર ખડગપુર IITના વિદ્યાર્થી સાર્થકે અભ્યાસના ટેન્શનમાં આવી જીવ આપી દીધો. આવું પહેલીવાર નથી થયુ કે કોઇ વિદ્યાર્થીએ માનસિક તણાવમાં આવી જીવન ટૂંકાવી લીધુુ હોય. વર્ષ 2014થી 2019 સુધી એટલે કે 5 વર્ષમાં દેશના 10 IIT કોલેજના 27 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. મધ્યપ્રદેશના નીમચના RTI એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરને મળી જાણકારીમાં આ ખુલાસો થયો છે.

મીડિયા અનુસાર, વર્ષ 2014થી 2019 વચ્ચે મદ્રાસના 7, ખડગપપરના 5 અને દિલ્લી-હૈદરાબાદના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા પાંચ વર્ષોમાં બોમ્બો, ગુવાહાટી અને રુડકીના બે-બે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.

Shah Jina