લો બોલો વાળની ચોરી: અહીં 10 ક્વિન્ટલ વાળ ચોરી ગયા, કિંમત જાણીને વાળ ઊંચા થઈ જશે, ગુજરાતીઓના વાળ રેશમી અને…

ઇંદોરથી હાવડા જઇ રહેલી ટ્રેનથી વાળની ચોરીનો અનોખો મામલો સામે આવ્યો છે. જો કે, ચોરીના આ મામલે હજી સુધી કોઇ પ્રાથમિકી દાખલ થઇ નથી. પરંતુ ચોરી થયેલ વાળની કિંમત 60 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. જાણકારી અનુસાર, ઇંદોરથી હાવડા જનાર ટ્રેનમાં 10 ક્વિંટલથી પણ વધારે વાળ ચોરી થઇ ગયા છે. ચોરી થયેલ વાળ મામલે મહારાષ્ટ્રના ફેરી વાળા FIR દાખલ કરાવવા માટે સતત RPFના ચક્કર કાપી રહ્યા છે. (આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ફેરીવાળાએ જણાવ્યુ કે, વાળ 5 હજાર રૂપિયા સુધી વેચાય છે અને વાળ એકઠા કરવા માટે તેઓ ગલી-ગલી ફરે છે. વાળને ખરીદવાની શરત હોય છે કે વાળ કાપેલા નહિ પરંતુ કાંસકાથી જ નીકળેલા હોય અને તે પણ મહિલાઓના જ હોય. એટલે કે બધા વાળની લંબાઇ લગભગ 8 ઇંચ હોવી જોઇએ. આનું કારણ એ છે કે આ જ વાળથી વિગ બનાવવામાં આવે છે.

કોલકાતાથી 90% વાળ વિગ બનાવવા માટે ચીન મોકલવામાં આવે છે અને 10% વાળની વિગ કોલકાતામાં જ બનાવવામાં આવે છે. ફેરી લગાવનારમાંથી એકે એક ન્યુઝપેપર સાથે વાતચીત કરી અને તેણે જણાવ્યુ કે, 150 લોકો ઇંદોર સહિત આસપાસના વિસ્તારમાં ઘરે ઘરે જઇને વાળ એકઠા કરે છે અને 10 ગ્રામ વાળ 20 રૂપિયા સુધીમાં ખરીદે  છે. 6 જુલાઇ 2021ના રોજ ઇંદોર રેલવે સ્ટેશનથી કોલકાતા-હાવડા માટે 22 બોરી વાળ બુક કરાવ્યા હતા, જેનો બિલ્ટી નંબર 63498 હતો. તેમાં નક્કી કરેલ સમય પર માત્ર 3 બોરી જ હાવડા પહોંચી. જયારે વાળથી ભરેલ 19 બોરી ચોરી થઇ ગઇ.વેપારીનું કહેવું છે કે ગુજરાતીઓના વાળ એકદમ ઘટાદાર, રેશમી અને મજબૂત હોય છે જેથી માર્કેટમાં તેની ડિમાન્ડ સૌથી વધુ છે

ફેરીવાળા જયારે ઇંદોરમાં FIR કરાવવા પહોંચ્યા તો પોલિસે મામલો દાખલ કરવાની ના કહી દીધી અને કહ્યુ કે, તેમની પાસે જે બિલ્ટી છે તેમાં નકલી વાળોનો ઉલ્લેખ છે અને કિંમત પણ ઓછી લખી છે આ કારણે પ્રાથમિકી દાખલ નહિ થઇ શકે. ત્યાં ઇંદોર RPF પ્રભારીનું કહેવુ છે કે, અમે કોલકાતાના હાવડા પાર્સલ વિભાગને સંપર્ક કર્યો છે અને જો અમને હાવડામાં વાળની બોરીઓ નથી મળતી તો કેસ દાખલ કરવામાં આવશે.

Shah Jina