પિતાએ કરી 7 વર્ષના માસૂમ દીકરાની હત્યા ! કસૂર બસ આટલો જ હતો, દુઃખદ ઘટના….

Indore Father Kill Son : ગુજરાત સહિત દેશમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કોઇની અંગત અદાવતમાં તો કોઇની પ્રેમસંબંધ-અવૈદ્ય સંબંધમાં હત્યા કરી દેવામાં આવે છે. ઘણીવાર કોઇ પતિ દ્વારા તેની પત્નીની તો કોઇ પિતા દ્વારા તેના બાળકોની પણ હત્યાનો મામલો સામે આવે છે. ત્યારે હાલમાં ઈન્દોરમાંથી એક પિતાએ તેના 7 વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે.

સોમવારે દાદીએ બાળકને બેભાન અવસ્થામાં જોયા બાદ પરિવારજનોને જાણ કરી હતી. બાળકના કાકાએ પોલીસને જણાવ્યું કે બાળકના પિતાને રવિવારે રાત્રે તેની બીજી પત્નીનો ફોન આવ્યો હતો. તેણે પ્રથમ પત્નીના પુત્ર પ્રતીક સાથે અથવા તો તેની સાથે રહેવાની ધમકી આપી હતી. ઘટના બાદથી આરોપી પિતા ફરાર છે. તેની પહેલી પત્નીનું 4 વર્ષ પહેલા અવસાન થયું હતું. આ ઘટના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લિંબોડીની છે.

પરિવારે પોલીસને જણાવ્યું કે, રવિવારે રાત્રે 10 વાગ્યે 7 વર્ષનો પ્રતિક તેના પિતા શશિકાંતના રૂમમાં ગયો અને સૂઈ ગયો. સવારે તે ઘણા સમય સુધી ન જાગ્યો ત્યારે દાદી રૂમમાં પહોંચ્યા અને શશિકાંતને બોલાવ્યો. પણ પુત્ર ઘરે ન હતો, પરંતુ જ્યારે દાદીએ પૌત્ર પ્રતિકને ઉઠાડ્યો ત્યારે તેણે પણ જવાબ ન આપ્યો. તેના શરીરમાં કોઈ હલચલ ન જણાતા અને ગળા અને મોઢા પર પણ હુમલાના નિશાન જોવા મળતા દાદીએ બૂમ પાડી.

દાદીનો અવાજ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા. જે બાદ પ્રતિકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. દાદીએ પોલીસને જણાવ્યું કે રાત્રે તેણે શશિકાંતને તેની બીજી પત્ની પાયલ સાથે વાત કરતા સાંભળ્યો હતો. પત્ની સાથે વાત કરતાં તે ઘરની બહાર ગયો હતો. થોડીવાર પછી પાછો આવ્યો અને તે પણ એ જ રૂમમાં સુઈ ગયો જ્યાં તેનો સાત વર્ષનો દીકરો હતો.

મૃતકની દાદીએ કહ્યું કે મને ખબર નથી કે તે શું વાત કરી રહ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થતી હતી. પુત્ર અવારનવાર બહાર વાત કરતો હતો. આરોપી યુવક શશિકાંતના મોટા ભાઈએ પોલીસને જણાવ્યું કે શશિકાંત ખાનગી કંપનીમાં કાર ડ્રાઈવર છે. તેની પત્ની પાયલની બે મહિના પહેલા જ ડિલિવરી થઈ હતી. ત્યારથી તે તેના પિયરમાં છે. પતિ-પત્ની વચ્ચે ઘણા દિવસોથી અણબનાવ ચાલતો હતો. પાયલને તેના પતિના દીકરા પ્રતિક સાથે શરૂઆતથી જ નારાજગી હતી.

Shah Jina