ખબર

એન્જિનિયરિંગ વિદ્યાર્થીનીની ભયાનક મોત, આરા મશીનથી કાપ્યુ ગળુ, બહેન બાથરૂમમાંથી ચીસો પાડતી નીકળી… ડરાવનો હતો સીન

બહેન બાથરૂમમાંથી ચીસો પાડતી નીકળી… પિતાએ કહી ચોંકાવનારી વાત- જાણો આખી સ્ટોરી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જયાં એક એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ તેના માટે ખતરનાક મોત પસંદ કરી. યુવતિએ ફર્નીચર કાપવા વાળી મશીનથી પોતાનું ગળુ કાપી નાખ્યુ. ઘટના સમયે મૃતકની બહેન બાથરૂમમાં હતી અને તે બાથરૂમમાંથી બહાર નીકળી તો દીવાલ પર લોહી જોઇ ચોંકી ઉઠી હતી.

Image source

ઘટના ઇન્દોરના સંસ્કૃતિ પાર્ક પાલદા વિસ્તારની છે. મૃતકનું નામ ડોલી જયસ્વાલ છે. તેના પિતા ઓમપ્રકાશ એસી રિપેરિંગ અને ઇંસ્ટાલેશનનું કામ કરે છે. મૃતકના પિતાએ જણાવ્યુ કે, ઘરનું ફર્નીચર રિપેર કરવા માટે કારીગરને બોલવ્યો હતો અને તે કારીગર તેનો રિપેરિંગનો સામાન ઘરે જ રાખીને મજૂરે બોલાવા માટે ગયો હતો અને તે પણ કામ પર ચાલી ગયા ત્યારે ઘરે તેમની બંને દીકરીઓ ડોલી અને મોનિકા હતી.

મૃતકના પિતાએ જણાવ્યુ કે, બહેનની ખૂનથી લથપથ લાશ જોઇ અને માથુ કપાયેલુ જોઇ તે જોરજોરથી બૂમો પાડવા લાગી. મૃતદેહ પાસે કટર હતુ અને તેનો તાર પ્લગમાં લાગેલો હતો. જેનાથી તેણે તેનું ગળુ કાપી લીધું. પિતાએ જણાવ્યુ કેે, સૂચના મળતા જ તેઓ ઘરે પહોંચ્યા તો તેમની દીકરી તડપી રહી હતી. એવું લાગી રહ્યુ હતુ કે, તે કંઇક કહેવા માંગે છે. પરંતુ ગળુ કપાયેલ હોવાથી તે કંઇ બોલી શકી નહિ. થોડીવાર બાદ તેની મોત થઇ ગઇ.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે,  વર્ષ પહેલા તેની માતાની મોત થઇ ગઇ હતી અને તે બાદ પિતાએ જ બધી જવાબદારી સંભાળી હતી. ત્રણ વર્ષ પહેલા કેન્સરને કારણે તેના ભાઇની પણ મોત થઇ ગઇ હતી. તેને થોડા સમય પહેલા માઇગ્રેનની ફરિયાદ હતી. જેની સારવાર ચાલી રહી હતી.