લાડલી બહેનની ડોલી ઉઠવાની તૈયારી હતી પણ અચાનક જ ભાઈની અર્થી ઉઠી તો આખો પરિવાર પોંખ મૂકીને રડી પડ્યો
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે સાંભળી આપણે પણ ચોંકી જઇએ. ઘણીવાર કેટલાક ઘરમાં ખુશીનો માહોલ હોય છે અને તે દરમિયાન જ કોઇ એવી ઘટના બને છે કે ખુશી માતમમાં ફેરવાઇ જાય છે. ત્યારે એક એવી ખબર સામે આવી, જેમાં ઘર પર બહેનના લગ્નની તૈયારી ચાલી રહી હતી અને આ વચ્ચે સામાન લેવા ગયેલા ભાઇની મોતની ખબર આવી ગઇ. લગ્નની ખુશહાલીનો માહોલ માતમમાં બદલાઇ ગયો. આ ઘટના ઇન્દોરની છે.
ઇન્દોરના છાવણી વિસ્તારમાં એક રોડ અકસ્માતમાં યુવકનું મોત થયુ હતુ. તે તેની મામેરી બહેન સાથે સામાન લેવા જઇ રહ્યો હતો અને ત્યારે જ અકસ્માત નડ્યો અને તેમાં તેનું મોત થયુ અને તેની મામાની દીકરી ઘાયલ થઇ હતી. આ ઘટના ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બની હોવાનું સામે આવ્યુ છે. 3 ડિસેમ્બરના રોજ મૃતક યુવકની બહેનના લગ્ન હતા. ઘરે જાન આવવાની હતી. ઘરમાં ફંક્શન ચાલી રહ્યુ હતુ અને દુલ્હનનો ભાઇ સેવ લેવા નીકળ્યો હતો.
આ દરમિયાન ટ્રેક્ટરની ટક્કરથી તે રસ્તા પર પડ્યો અને તેના પર પૈડુ ફરી વળ્યુ. તેણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ દમ તોડી દીધો. જ્યારે પાછળ બેસેલી મામેરી બહેન ઘાયલ થઇ હતી. પોલિસ અનુસાર, ઘટના લોહામંડી પાસેની છે. 18 વર્ષિય અનુરાગ વર્મા તેની મામાની છોકરી બહેન સાથે છાવણી વિસ્તારમાં સેવ લેવા જઇ રહ્યો હતો. આ દરમિયાન લોહામંડી પાસે ટ્રેક્ટરથી તેને ટક્કર વાહી અને તે રસ્તા પર પડી ગયો. ત્યારે ટ્રેક્ટર ટ્રોલીનું પૈડુ તેના પરથી નીકળ્યુ.
જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયુ. જે બાદ પરિવારને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સોંપવામાં આવ્યો અને પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જણાવી દઇએ કે, અનુરાગ ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. અનુરાગ ઓટો પાર્ટ્સની દુકાન પર કામ કરતો હતો. ત્યાં પિતા પોતાનું વાહન ચલાવે છે. અનુરામ બધા કરતા નાનો હતો અને તેની મોટી બહેન રીનાના લગ્ન 3 ડિસેમ્બરના રોજ હતા.