લિવ ઇન પાર્ટનરે શરીર સંબંધની પાડી ના તો યુવકે ગળા પર કાતર મારી ઉતારી દીધી મોતને ઘાટ

10 દિવસની મિત્રતા, દારૂ પીવા રહેવા લાગ્યા સાથે, યુવકે કરી દીધી ગર્લફ્રેન્ડની હત્યા, જણાવ્યુ ખૌફનાક કારણ

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી ચકચારી જગાવતો મામલો સામે આવ્યો. 20 વર્ષિય યુવતીની ગળા પર કાતરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને હવે આ કેસમાં પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે હત્યાના આરોપમાં યુવતીના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બન્યા બાદ આરોપી સાથે રહેતી યુવતીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી અને તેને કારણે આરોપી ગુસ્સે થઈ ગયો.

જે બાદ તેણે તેની પ્રેમિકાના ગળા પર કાતરથી હુમલો કર્યો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, 7 ડિસેમ્બરે રાવજી બજાર વિસ્તારમાં 20 વર્ષીય યુવતીની ગળામાં ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને 9 ડિસેમ્બરે પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મૃતકયુવતીનું નામ નિકિતા પ્રજાપતિ હતુ અને તેની ઉંમર 20 વર્ષ હતી. યુવતી સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર હતી. તે સાગરથી ઈન્દોર આવી હતી.

નિકિતા દસેક દિવસ પહેલા તેના મિત્ર પ્રવીણ ધાકડ સાથે રહેવા આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ પછી પોલિસે નિકિતાના લિવ ઇન પાર્ટનર પ્રવીણને શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન પ્રવીણના મોબાઈલનું લોકેશન ગુના હતું. આ વાતની જાણ થતાં જ પોલીસની એક ટીમ તરત જ ગુના જવા રવાના થઈ અને તેની અટકાયત કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે અને નિકિતા ઈન્સ્ટાગ્રામ પર મિત્રો હતા. એક દિવસ તેઓ મળ્યા અને એકબીજા સાથે વાત કરી અને સાથે રહેવા માટે સંમત થયા.

પ્રવીણે જણાવ્યું કે તે ઈન્દોરની ગોદરેજ કંપનીમાં કામ કરતો હતો. નિકિતા પણ તેની સાથે દારૂ પીતી હતી. બંને લગભગ દરરોજ પાર્ટી કરતા હતા. તેણે પોલીસને જણાવ્યું કે 9 ડિસેમ્બરે પણ તેઓએ પાર્ટી કરી હતી. તે નિકિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતો હતો, પરંતુ તે તેના માટે તૈયાર નહોતી અને ઘણી સમજાવટ બાદ પણ તે ન માની તો આરોપીએ તેના ગળામાં કાતરથી ઘા મારી તેની હત્યા કરી અને ગુના સ્થિત પોતાના ઘરે ભાગી ગયો.

Shah Jina