મહાકાલના દર્શન કરીને ઘરે આવેલા વ્યક્તિએ પત્ની અને બે બાળકોને ઉતાર્યા મોતને ઘાટ, અને પછી પોતે પણ કર્યું એવું કે વાંચીને રૂંવાડા ઉભા થઇ જશે

લોન લેનારા ચેતી જજો હવેથી, પત્ની અને ફૂલ જેવા બે બાળકોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી, અંતિમ શબ્દો સાંભળીને રુવાડા ઉભા થઇ જશે

દેશભરમાં આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવે છે, જેમાં ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત જેવા પગલાં ભરતા હોય છે, તો ઘણીવાર દેવાના ભાર નીચે ડબનાઇ ગયેલો પરિવાર પણ આપઘાત કરી લેતો હોય છે. તો ઘણા કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે પતિ પત્ની અને બાળકોની હત્યા કરી અને પોતે પણ મોતને વ્હાલું કરી લેતો હોય છે. હાલ એવી જ એક ઘટના ખુબ જ ચર્ચામાં છે. જેમાં પતિએ પત્ની અને બાળકોને મારી નાખ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો.

આ મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી. જ્યાં એક યુવકે પહેલા ઝેર આપીને પરિવારના સભ્યોની હત્યા કરી અને પછી ફાંસી લગાવી લીધી. મૃતકનું નામ અમિત યાદવ છે. પહેલા તેણે પોતાની પત્ની ટીના યાદવ અને ત્રણ વર્ષની પુત્રી અને દોઢ વર્ષના પુત્રની ઝેર આપીને હત્યા કરી અને પછી ફાંસી લગાવી દીધી. ચાર લોકોના મોતથી ચકચાર મચી ગઈ હતી. સુસાઈડ નોટમાં દેવાથી પરેશાન હોવાનું જણાવ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભગીરથપુરા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા અમિત યાદવે દેવાથી પરેશાન થઈને પોતાની પત્ની અને બાળકોને ઝેર આપીને મારી નાખ્યા અને પછી ફાંસી લગાવી દીધી.

મધ્યપ્રદેશના સાગરના રહેવાસી અમિત યાદવે મંગળવારે સવારે તેના પરિવારના સભ્યોનો ફોન ઉપાડ્યો ન હતો, ત્યારે તેના ભગીરથપુરામાં રહેતા સાસરિયાઓને જાણ કરવામાં આવી હતી. આ પછી જ્યારે તેની સાસુ અને પરિવાર ઘરે પહોંચ્યા તો કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. આવી સ્થિતિમાં બાણગંગા પોલીસને માહિતી આપવામાં આવી હતી.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડ્યો તો અમિત યાદવનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. નજીકમાં બંને બાળકો અને પત્ની બેડ પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. જ્યારે તેની પલ્સ તપાસવામાં આવી ત્યારે તે મૃત જણાય હતા. ડીસીપી ધર્મેન્દ્ર ભદૌરિયાના જણાવ્યા અનુસાર, અમિત ટાવર કંપનીમાં ટેક્નિકલ અને સેટઅપનું કામ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ‘અમિતના સાસરિયાઓ નજીકમાં છે. રોજનું જમવાનું તેમની સાથે થતું હતું. એ પછી રૂમમાં આવીને જ સૂઈ જતા. એક દિવસ પહેલા તેઓ ઉજ્જૈન મહાકાલ મંદિરના દર્શન કરવા અને શાહી સવારીમાં સામેલ થવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે દરવાજો ખોલ્યો ન હતો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં લોનનો ઉલ્લેખ છે.

સુસાઇડ નોટમાં અમિત યાદવે ઘણી કંપનીઓ પાસેથી લોન લેવાનો ઉલ્લેખ કર્યો છે, જે તેઓ આપી શક્યા ન હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પાડોશીઓના કહેવા પ્રમાણે, અમિતનું વર્તન બધા સાથે ખૂબ જ સારું હતું અને આજુબાજુમાં કોઈની સાથે કોઈ વિવાદ ન હતો. એક સાથે ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Niraj Patel