બીકોમની 20 વર્ષની વિદ્યાર્થીનીએ પપ્પાને ખવડાવ્યુ જમવાનું અને પછી કરી આત્મહત્યા, કારણ જાણીને ફફડી જશો

ફક્ત 20 વર્ષની યુવતીએ મોતને વહાલું કરી લીધું, સ્યુસાઇડ નોટ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી

દેશભરમાંથી અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર કોઇ નાની વાતે લાગી આવતા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી લેતા હોય છે તો ઘણીવાર કોઇ પ્રેમ સંબંધને કારણે અથવા તો ઘણીવાર કોઇ માતા-પિતાની કોઇ વાત લાગી આવતા જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલમાં એક વિદ્યાર્થીનીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અંતિમ નોટ પણ મળી આવી છે. આ નોટમાં તેણે લખ્યું- મેં સાંભળ્યું છે કે આ રમત માત્ર ફિલ્મોમાં જ રમાય છે, પરંતુ આજે મેં તેને વાસ્તવિકતામાં જોઈ છે. મારા પરિવારને ખલેલ પહોંચાડશો નહીં. હું મારી સ્વતંત્ર ઇચ્છાથી આત્મહત્યા કરી રહી છું.

આ લખીને તે છત પરથી કૂદી ગઇ. જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકનું નામ રજની નિલોર હતુ અને તે 20 વર્ષની હતી. તે ખાનગી કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે પહેલા હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો. આમાં સફળતા ન મળી તો તેણે છરી વડે ગળાની નસ કાપવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં તેણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ત્રણેય પ્રયાસોમાં તે નિષ્ફળ જતાં તેણે ઘરના બીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

યુવતીની છ મહિના પહેલા મહેશ્વરમાં સગાઈ થઈ હતી. મૃતકના પિતા નારાયણ નિલોર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મંગળવારે સવારે તેના પિતા નાઇટ ડ્યુટી કરીને ઘરે પરત ફર્યા હતા. તેણે પહેલા પિતાને ખવડાવ્યું. ત્યાર બાદ પિતા સાથે લાંબા સમય સુધી વાત કરી. બપોરે પપ્પા સુઈ ગયા ત્યારે તે ઘરની ઉપરના રૂમમાં નાની બહેન પાસે ગઇ અને થોડો સમય અભ્યાસ કર્યો. પછી સાંજે 5 વાગ્યે છત પરથી કૂદી ગઇ. જયારે કંઈક પડવાનો અવાજ આવ્યો ત્યારે રજનીના દાદી ઘરના પાછળના ભાગે ગયા અને તેમણે જોયુ તો તે લોહીલુહાણ હાલતમાં પડેલી હતી.

ઘટના સમયે તેની માતા કામથી બહાર હતી. બુધવારે સવારે યુવતીનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે અંતિમ નોટ અને પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રજનીની નાની બહેન પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બંને બહેનો એકસાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નાની બહેને જણાવ્યું કે દીદી પિતાને ખવડાવીને ઉપરના માળે રૂમમાં આવી. તેણે થોડો સમય અભ્યાસ કર્યો. પછી અમે બંને સૂઈ ગયા.

દીદી ક્યારેક પાણી પીવા ઊઠી જતી. તેથી જ જ્યારે તે ગઈકાલે જાગી ત્યારે મેં ધ્યાન આપ્યું ન હતું. મને ખબર નથી કે દીદીએ આવું કેમ કર્યું. તેણે ક્યારેય કોઈપણ પ્રકારના તણાવનો ઉલ્લેખ પણ કર્યો નથી. પરિવારના જણાવ્યા અનુસાર પરિવારમાં કોઈ તણાવ નહોતો. રજની અભ્યાસમાં સારી હતી. તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પોલીસને અંતિમ નોટ મળી આવી છે, જેના આધારે પરિવારના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

Shah Jina