ફરી એક વખત 12માં ધોરણમાં ભણતા વિધાર્થીએ કર્યો આપઘાત, મોઢામાં ટામેટું ભરાવી સ્કૂલની ટાઈથી ફાંદો બનાવી વિડીયો શૂટ કરી કર્યો આપઘાત

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક હેરાન કરી દેવા વાળો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઇન્દોરના વલ્લભ નગરમાં 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની મોતનો મામલો સામે આવ્યો છે. મંગળવાર રાત્રે તેણે તેના ઘરે સ્કૂલની ટાઇથી બનેલ ફાંદામાં લટકેટલી હાલતમાં મળ્યો હતો. વિધાર્થીના હાથ પગ બાંધેલા હતા અને તેના શરીર પર એક પણ કપડું હતું નહિ. મોઢામાં ટામેટું ભરાયેલું હતું. વિધાર્થીના મોબાઈલમાં ફ્લેશ ચાલુ હતી અને વીડિયો રેકોર્ડિંગ પણ થઇ રહ્યું હતું.

પોલીસે આ મામલાને આત્મહત્યા કહી છે. પોલીસના પ્રમાણે વિદ્યાર્થીને ઓનલાઇન ગેમનો ટાસ્ક પૂરો કરવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. તેમજ પરિજનો આને હત્યા કહી રહ્યા છે. પોલીસ અધિકારી કમલેશ શર્માએ કહ્યું કે વલ્લભ નગરમાં રહેતા વિવેક કોલ્હેના પિતા ગુજરાતી સ્કૂલની બસ ચલાવે છે અને વિધાર્થીની મમ્મી લોકોના ઘરે કામ કરે છે.

મોટો ભાઈ રોહિત નોકરી કરે છે. મંગળવારે બધા પોત પોતાના કામ પર ગયા હતા. દર રોજની જેમ વિવેક ઘરે એકલો હતો. વિધાર્થીએ પહેલા ટાઈથી ફાંદો બનાવીને ગળામાં ભરાયો. ત્યારબાદ તેણે બંને હાથથી દોરડું બાંધીને લોખંડની પાઇપથી પોતાને બાંધી દીધો.

વિવેકનો મોટો ભાઈ રોહિત જયારે ઘરે પહોંચ્યો તો તેણે દરવાજો ખખડાવ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહિ. રોહિતે ધક્કો મારીને જેમ તેમ કરીને દરવાજો તોડ્યો. અંદર જઈને જોયું તો વિવેક ફંદા પર લટકેલો હતો. રોહિતે આ નજારો જોતા તરત જ તેને નીચે ઉતાર્યો જેના પછી તેને નજીકના હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં ડોકરે તેને મૃત જાહેર કરી દીધો હતો.

મૃતકના ભાઈ રોહિતના પ્રમાણે વિવેકના બંને હાથ પાછળ બાંધેલા હતા. ગાળામાં પ્લાસ્ટિકની નળી હતી અને મોઢામાં ટામેટું હતું. બંને હાથની વચ્ચે પાઇપ ફસાયેલી હતી. તે 6 ફૂટ ઊંચી જગ્યા પર લટકેલો હતો. રોહિતે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

ઘટના બાદ પોલીસે વિવેકના મિત્રો સાથે વાતચીત કરી હતી. બધા લોકોનું કહેવું છે કે વિવેક ઓનલાઈ ગેમ રમતો હતો. બપોરે ઘરની સામે રહેવા વાળી મહિલા પાસેથી વિવેકે હથોડી પણ લીધી હતી. ત્યારબાદ તેને કોઈએ જોયો જ નથી. દરવાજો પણ અંદરથી બંધ હોવાના કારણે પોલીસ આત્મહત્યા કહી રહી છે. તેમ જ સ્પેશ્યિલ ટીમનું કહેવું છે કે જો હત્યા હોય તો વાગવાના નિશાન હોત.

Patel Meet