ખબર

આ દેશની આર્મીમાં જોડાવા માટે છોકરીઓને કરવો પડે છે કુંવારીપણ ટેસ્ટ, સરકારે હવે લીધો નિર્ણય કે…

રંગરેલિયા ન મનાવ્યા હોય એવી છોકરીઓને જ ….જાણો વિગત

ઇન્ડોનેશિયાની સેનાએ મહિલા કેડેટ્સ માટે ટેસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 1965 થી ઇન્ડોનેશિયાની સેના નૌકાદળ અને વાયુસેનામાં ભરતી થવા વાળી મહિલાઓની ટેસ્ટ થતો હતો, પરંતુ હવે તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને ઇન્ડોનેશિયાના માનવાધિકાર સંગઠન અને નારીવાદી જૂથ દ્વારા આવકારવામાં આવ્યો છે.

આર્મી જનરલ અને ચીફ ઓફ સ્ટાફ એન્ડીકા પેરકાસને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે ટેસ્ટ નાબૂદ કરવામાં આવ્યા છે. અમે માનીએ છીએ કે પસંદગી પ્રક્રિયા પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન હોવી જોઈએ.

આ પ્રક્રિયાને ટૂ ફિંગર ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષામાં નિષ્ફળ ગયેલી કોઈપણ મહિલાને ઇન્ડોનેશિયન આર્મીમાં ભરતી માટે લાયક ગણવામાં આવતી નહતી. અગાઉ ઇન્ડોનેશિયાની સેનામાં એવું માનવામાં આવતું હતું કે આ પ્રક્રિયાની મદદથી તેઓ મહિલાઓની નૈતિકતાની ટેસ્ટ કરે છે.

જો કે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડોનેશિયાના ડોકટરો કહી રહ્યા છે કે ટેસ્ટ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ દેશમાં માનવાધિકાર સંગઠનો અને નારીવાદી જૂથો ઘણા વર્ષોથી આ પરીક્ષણો સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. સેનાની સાથે હવે આ પરીક્ષણો નેવી અને એરફોર્સમાં પણ કરવામાં આવશે નહીં.

યુએનના રિપોર્ટ મુજબ ભલે મોટાભાગના દેશોમાં ટેસ્ટ જેવા અવૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવતા નથી, પરંતુ અફઘાનિસ્તાન, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયા જેવા લગભગ 20 દેશોમાં આવા પરીક્ષણો હજુ પણ ઘણા કારણોસર કરવામાં આવે છે અને આ દેશોની માનવઅધિકાર સંગઠન સતત ત્યાં છે. આ પરીક્ષણો સમાપ્ત કરવાની વાત કરવામાં આવી રહી છે.