સતવંત અને બેઅંત એ 33 ગોળીઓ ધડબી દીધી…કેમ કરી ઇન્દિરા ગાંધીની હત્યા? જાણો આખી કહાની
આપણે સૌ જાણીએ જ છીએ કે દેશના પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા અને તેમની હત્યા એમના જ અંગરક્ષકો બેઅંત સિંહ અને સતવંત સિંહે પ્રધાનમંત્રી આવાસ 1, સફદરજંગ રોડ, નવી દિલ્હી પર કરી દીધી હતી. એમની હત્યા એક ષડયંત્ર રચીને કરવામાં આવી હતી. ઓપરેશન બ્લુ સ્ટારનું દુષ્પરિણામ 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યાના રૂપમાં સામે આવ્યું. ઓપરેશન બ્લુસ્ટારના ચાર મહિના બાદ જ ઇન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.

ઓપરેશન બ્લુ સ્ટાર ભારતીય સેનાએ દ્વારા 3થી 6 જૂન 1984 દરમ્યાન અમૃતસર સ્થિત હરિમંદિર સાહિબ પરિસરને ખાલિસ્તાન સમર્થક જરનેલ સિંહ ભિંડરાવાલે અને તેમના સમર્થકોથી મુક્ત કરાવવા માટે ચલાવવામાં આવેલું અભિયાન હતું. પંજાબમાં ભિંડરાવાલેના નેતૃત્વમાં અલગાવવાદી જૂથો સશક્ત થઇ રહયા હતા જેને પાકિસ્તાનથી સમર્થન મળી રહ્યું હતું.

1981માં જરનેલ સિંહ ભિંડરાવાલેનું અલગાવવાદી શીખ આતંકવાદી સમૂહ હરિમંદિર સાહિબ પરિસરમાં જમા થઇ ગયું હતું. એનો જ સફાયો કરવા માટે 3 જૂને ભારતીય સેનાએ અમૃતસર પહોંચીને સુવર્ણમંદિર પરિસરને ઘેરી લીધું, શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો હતો.

4 જૂને સેનાએ ગોળીબારી શરુ કરી દીધી જેથી મંદિરમાં હાજર મોરચાબંધી ચરમપંથીઓના હથિયારો અને ગોળાબારુદના જથ્થાનો અંદાજ લગાવી શકાય. ઉગ્રવાદીઓ તરફથી એનો એટલો તીખો જવાબ મળ્યો કે 5 જૂને બખ્તરબંધ ગાડીઓ અને ટેન્કોને વાપરવામાં આવી.
આ કાર્યવાહીમાં ઘણાના લોહી વહયા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. અકાળ તખ્ત સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયું. ભારત સરકારના શ્વેતપત્ર અનુસાર 83 સૈનિકો મૃત્યુ પામ્યા અને 249 ઘાયલ થયા. 493 ઉગ્રવાદીઓ અને નાગરિકો માર્યા ગયા, 86 ઘાયલ થયા અને 1592ની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહીથી શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ વાગી અને જેની અસર એવી થઇ કે 4 મહિના બાદ ષડયંત્ર અંતર્ગત એમના જ શીખ અંગરક્ષકોએ એમની હત્યા કરી દીધી.
આટલી મોટી કાર્યવાહી પછી ઇન્દિરા ગાંધીને એવો અહેસાસ થઇ ગયેલો કે એમના પર જીવનું જોખમ છે. ગુપ્તચર એજન્સીઓ પણ તેના મૃત્યુના કાવતરાથી વાકેફ હતી, તેથી તેમના શીખ રક્ષકોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ઇન્દિરાએ આ નિર્ણયને મંજૂરી આપી ન હતી. ત્યારબાદ શીખ રક્ષકોને પરત લાવવામાં આવ્યા હતા.
પોતાની હત્યાના એક દિવસ પહેલા ઇન્દિરા ગાંધીએ ભુવનેશ્વરમાં પોતાના ભાષણમાં કહ્યું કે ચિંતા નથી કે હું જીવિત રાહુ કે ન રાહુ, જયારે મારો જીવ જશે તો હું કહી શકીશ કે મારા લોહીનું એક-એક ટીપું ભારતને જીવિત કરશે. આનાથી અંદાજો લગાવી શકાય કે એમને પોતાના મૃત્યુનો પૂર્વાભાસ થઇ ચુક્યો હતો.
તેમના મૃત્યુના દિવસે એટલે કે 31 ઓક્ટોબરે સવારે સાડા સાત વાગ્યા સુધીમાં ઇન્દિરા ગાંધી તૈયાર થઇ ગયા હતા અને નાસ્તો પણ કર્યો હતો. નાસ્તો કર્યા બાદ તેમનો મેકઅપ કરવાવાળા આવી ગયા. આ બધા વચ્ચે એમના ફેમિલી ડોક્ટર કેપી માથુર પણ આવી ગયા એ રોજ એ જ સમયે ઇન્દિરા ગાંધીને જોવા આવતા હતા.

ઇન્દિરા ગાંધી એમની સાથે વાત કર્યા બાદ તડકો ખાવા બહાર આવ્યા. એમના સિપાહી નારાયણ સિંહ કાળી છત્રી લઈને એમની સાથે ચાલી રહયા હતા. સાથે જ આરકે ધવન પણ હતા. તેઓ પોતાના આવાસના ગેટ પાસે જ પહોંચ્યા હતા કે 9 વાગીને 20 મિનિટ પર ત્યાં તૈનાત બેઅંત સિંહે રિવોલ્વર કાઢી અને ઇન્દિરા ગાંધી પર ગોળી ચલાવી દીધી, જે તેમના પેટમાં વાગી.

થોડી જ દૂર બેઅંત સિંહનો સાથી સતવંત સિંહ ઉભો હતો એ આ જોઈને ચોંકી ગયો ત્યારે જ બેઅંત સિંહે બીજી બે ગોળીઓ ચલાવી. એક ગોળી છાતીમાં અને બીજી કમરમાં ઘુસી ગઈ. બેઅંત સિંહે પોતાના સાથીને બૂમ પાડી અને કહ્યું ગોળી ચલાવો. સતવંત સિંહે પોતાની ઓટોમેટિક કરબાઇનથી 25 ગોળીઓ દાગી દીધી, ઇન્દિરા ગાંધીનો મૃતદેહ જમીન પર પડ્યો હતો.
લગભગ 50 સેકન્ડ બાદ સતવંત અને બેઅંત સિંહે હથિયાર નાંખી દીધા અને કહ્યું કે અમે અમારું કામ કરી લીધું, હવે તમે પોતાનું કામ કરો. ત્યારે આઇટીબીપીના જવાનોએ બંનેને જમીન પર પટકી દીધા અને ધરપકડ કરી લીધી.
સોનિયા ગાંધી અંદરથી ભાગતા-ભાગતા આવ્યા, એમનું માથું પોતાના ખોળામાં લઈને ગાડીમાં બેઠા અને ગાડી 9 વાગીને 32 મિનિટની આસપાસ એમ્સ પહોંચી ચુકી હતી. ડોક્ટર્સે જણાવ્યું કે એમનું હૃદય ગતિવિધિ કરી રહ્યું ન હતું. એ મરી ચુક્યા હતા. એ પછી એમના શરીરમાંથી ગોળીઓ કાઢવામાં આવી.
ગુપ્ત એજન્સીઓએ ઇન્દિરા ગાંધીને પહેલેથી કહ્યું હતું કે એમના પર આ પ્રકારનો હુમલો થઇ શકે છે. તેમને પોતાના લોકોથી જ જોખમ છે, પણ છતાં કદાચ એમનો આ નિર્ણય લેવો જ એમને આયર્ન લેડીનો ખિતાબ આપે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.