Good news: ટ્રેન કરતા પણ સસ્તા ભાડામાં પ્લેનની મજા લો, જાણો સંપૂર્ણ માહિતી

પ્લેનને મોટાભાગે ધનિકોની સવારી કહેવામાં આવે છે. કારણ કે ફ્લાઈટનું ભાડું એટલુ હોય કે તે સામાન્ય માણસના બજેટની વાત નથી. પરંતુ તમને જાણીને ખુશી થશે કે આવી ઘણી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. જેનું ભાડું ટ્રેન કરતા સસ્તું છે. એટલે કે હવે સામાન્ય માણસ પણ હવાઈ મુસાફરીનો આનંદ માણી શકશે. આ માટે ઈન્ડિગો એરલાઈને ઘણા રાજ્યો માટે ફ્લાઈટ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે ફ્લાઈટ નંબર 6E 7158 ઈન્દોર-જોધપુર સર્વિસ 31 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ ફ્લાઈટ ઈન્દોરથી 15.04 કલાકે ઉપડશે અને 16.30 કલાકે જોધપુર પહોંચશે. આ ફ્લાઈટ સર્વિસનું ભાડું 2695 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ઈન્ડિગોનો દાવો છે કે આ ભાડું ટ્રેન કરતા સસ્તું છે. આટલું જ નહીં, એરલાઈન્સ અનુસાર, ફ્લાઈટનું ભાડું 1400 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યું છે.

ઈન્ડિગો અનુસાર, શિલોંગથી ડિબ્રુગઢ ફ્લાઈટનું ભાડું માત્ર 1400 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જો તમે તેની સરખામણી ટ્રેનના પહેલા એસી ભાડા સાથે કરો તો ફ્લાઇટનું ભાડું ઘણું ઓછું હશે. ઈન્ડિગો એરલાઈને ટ્વીટ કરીને ફ્લાઈટ, ભાડું અને મુસાફરીના સમય વિશે જણાવ્યું છે. ફ્લાઇટ નંબર 6E 7955 શિલોંગથી ડિબ્રુગઢની છે જેનું ભાડું 1400 રૂપિયા છે. આ ફ્લાઇટ શિલોંગથી 12.10 કલાકે ઉપડશે અને 13.35 કલાકે ડિબ્રુગઢ પહોંચશે. આ ફ્લાઈટ 2 નવેમ્બરથી શરૂ થઈ છે.

ફ્લાઇટ નંબર 6E 7956 ડિબ્રુગઢથી શિલોંગની છે જે 13.35 કલાકે શિલોંગથી ઉપડશે અને 15.30 કલાકે શિલોંગ ઉતરશે. આ ફ્લાઈટ પણ 2 નવેમ્બરથી શરૂ થઈ છે અને આ સેવાનું ભાડું 1400 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ પછી 6E 6003 જમ્મુ-લેહ ફ્લાઇટ છે જેનું ભાડું 1854 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ફ્લાઇટ જમ્મુથી 11.45 વાગ્યે ઉપડશે અને 12.55 વાગ્યે લેહ એરપોર્ટ પર ઉતરશે. જેની શરૂઆત 31મી ઓક્ટોબરથી કરવામાં આવી છે. ઈન્ડિગોના અન્ય ફ્લાઇટના ભાડા વિશેની માહિતી માટે, તમે સત્તાવાર સાઇટની મુલાકાત લઈને જાણી શકો છો.

YC