પ્લેનમાં એનાઉસમેન્ટ કરતા દરમિયાન જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એર હોસ્ટેસ, ભાવુક કરી દેનારો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો પેટ પકડીને હસાવે તેવા હોય છે તો ઘણા વીડિયોની અંદર એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જે આપણી આંખોમાંથી પણ આંસુઓ લાવી દે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક એર હોસ્ટેસ ફલાઇટમાં એનાઉસમેન્ટ કરતા દરમિયાન ભાવુક થતી જોવા મળી રહી છે.

કોઈપણ વ્યક્તિ કે જગ્યાને આવજો કહેવું કેટલું મુશ્કેલ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ. ખાસ કરીને જો તમે કોઈ સંસ્થા અથવા કાર્યસ્થળ સાથે જોડાયેલા હોવ અને તે તમારું બીજું ઘર બની ગયું હોય. ઈન્ડિગોની ફ્લાઈટ એટેન્ડન્ટનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં તે ફ્લાઈટની વચ્ચે ઈમોશનલ વિદાય સ્પીચ આપતી જોવા મળે છે.

વીડિયોમાં સુરભી નાયર નામની ઈન્ડિગોની ફ્લાઈટ એટેન્ડન્ટ મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સને સંબોધતી વખતે પોતાના આંસુને રોકવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં સુરભી નાયરને તેના કામના છેલ્લા દિવસે સ્પીચ આપવા માટે એરક્રાફ્ટમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરીને બતાવવામાં આવી છે.

સુરભીએ કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. આ મારા હૃદયના ટુકડા જેવું છે. મને ખબર નથી કે શું કહેવું. તેણે પોતાની કંપની અને સહકર્મીઓની વધુ પ્રશંસા કરતા કહ્યું કે, ‘આ કંપનીએ મને બધું જ આપ્યું છે, તે કામ કરવા માટે એક અદ્ભુત સંસ્થા છે. તે શ્રેષ્ઠ છે. તેઓ દરેક કર્મચારીનું ધ્યાન રાખે છે, ખાસ કરીને અમારી છોકરીઓની. તેઓ અમને ખૂબ પ્રેમ કરે છે. એવું લાગે છે કે મારે જવું નથી પણ મારે જવું પડશે.”

તેણે મુસાફરોનો આભાર માન્યો અને કહ્યું, ‘તમારા બધાનો આભાર. અમારી સાથે ઉડાન ભરનાર દરેકનો આભાર. તમારા કારણે જ અમને અમારો પગાર સમયસર અથવા સમય પહેલાં મળે છે –  આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેમાં તેના કેટલાક સાથીદારોએ તેને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by AMRITHA SURESSH (@amruthasuresh)

આર્ટિસ્ટ અલાસન્ડ્રા જ્હોન્સને લખ્યું, ‘તમે એક અદ્ભુત ક્રૂ મેમ્બર હતા સુરભી, તેનાથી પણ વધારે તમે એક સારા વ્યક્તિ છો. તમે ખૂબ જ દયાળુ અને નમ્ર છો. તમે તમારી આસપાસના દરેકને આરામદાયક બનાવ્યા. મેં તમને ક્યારેય તારા ચહેરા પર સ્મિત વગર જોયો નથી. તમે ખૂબ જ સકારાત્મક છો, આગળ વધતા રહો, શુભેચ્છા. હું પણ તમારી સાથે ઉડવાનું ચૂકી ગયો, પરંતુ હજુ પણ તમારી સાથે ઘણી સુંદર યાદો છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.’

Niraj Patel