ખબર

ચાલુ ફ્લાઇટના વૉશરૂમમાં સિગરેટ પીતી ઝડપાઈ ઐશ્વર્યા રાય, પોલીસે મોકલી જેલમાં.. જાણો સમગ્ર મામલો

ઈન્ડિગો ફલાઈટના વૉશરૂમમાં સિગરેટ પીતી હતી ઐશ્વર્યા રાય, ક્રૂ મેમ્બરે પૂછ્યું તો કહ્યું, “શાહરુખ ખાનને પઠાન ફિલ્મ માટે મળવા ગઈ હતી…”

છેલ્લા ઘણા સમયથી ફલાઇટની અંદરથી કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જેને લઈને કોઈપણ હેરાન રહી જતું હોય છે. ઘણીવાર ફ્લાઈટમાં કોઈ સાથે બીભત્સ હરકતો કરવામાં આવે છે, તો ક્યારેક પેસેન્જર વચ્ચે મારામારી થાય છે તો ક્યારેક કોઈ પેસેન્જર ક્રુ મેમ્બરને હેરાન કરતા હોવાના મામલાઓ પણ સામે આવતા રહે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે. જેમાં મુંબઈથી રાંચી આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટના ટોયલેટમાં એક છોકરી ધૂમ્રપાન કરતી ઝડપાઈ હતી, જે બાદ તેણે પૂછપરછ દરમિયાન પોતાનું નામ ‘ઐશ્વર્યા રાય’ જણાવતા કહ્યું હતું કે તે એક બ્લોગર છે અને મુંબઈમાં અભિનેતા શાહરૂખ ખાનને કોઈ કામ માટે મળવા ગઈ હતી. યુવતી ઝારખંડના જમશેદપુરની રહેવાસી છે.

આ છોકરીને ક્રૂ મેમ્બરે વોશરૂમમાં સિગારેટ પીતા રંગે હાથે પકડી હતી. આરોપી છોકરી ઐશ્વર્યા હોવાનો દાવો છે કે તે મુંબઈમાં શાહરૂખ ખાનને મળવા ગઈ હતી. ત્યાંથી તે રાંચી પરત ફરી રહી હતી. જોકે, યુવતી શાહરૂખને મળી કે નહીં તે જાણી શકાયું નથી. હાલમાં પોલીસે ઐશ્વર્યા વિરુદ્ધ એવિએશન સિક્યુરિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

જમશેદપુરની રહેવાસી આરોપી યુવતી મુંબઈ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ધૂળ ઉડાવીને માચીસ અને સિગારેટ સાથે પ્લેનમાં મુસાફરી કરી રહી હતી. ઐશ્વર્યા ફ્લાઈટના બાથરૂમમાં ધૂમ્રપાન કરતી વખતે ઈન્ડિગોના સ્ટાફે પકડી લીધી હતી. સિગારેટની વાસ આવતાં ઈન્ડિગોની મહિલા કર્મચારીઓએ ઐશ્વર્યાની તલાશી લીધી તો તેની પાસેથી સિગારેટ અને માચીસની પેટી મળી આવી.

જ્યારે ફ્લાઈટ રાંચી એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે ઈન્ડિગોના કર્મચારીઓએ CISFને સમગ્ર મામલાની જાણકારી આપી. CISF એ ઐશ્વર્યાને પકડીને રાંચી એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી દીધી. ઐશ્વર્યા પોતાને બ્લોગર કહે છે. તેણે દાવો કર્યો છે કે તેણે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ વિશે એક બ્લોગ લખ્યો હતો. આ જ શ્રેણીમાં તે શાહરૂખ ખાનને મળવા મુંબઈ ગઈ હતી.