વાવાજોડા ફેંગલની અસર દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. ફેંગલના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવામાં આવી રહ્યું છે કે જોરદાર પવન અને ભારે વરસાદ વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ શનિવારે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટ લેન્ડ થવાની સાથે જ ભારે પવનને કારણે તે અસંતુલિત થઈ જાય છે.
આ પછી પાયલટની સુજ-બુજથી વિમાનને પાછું ઉડવી દેવામાં આવે છે.ઈન્ડિગો એરલાઈન્સે પણ આ ઘટના અંગે માહિતી આપી છે. ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ-ચેન્નઈ ફ્લાઇટને પ્રતિકૂળ હવામાનના કારણે “ગો-અરાઉન્ડ” કરવી પડી હતી. નિવેદનમાં જણાવાયું કે “વરસાદ અને તીવ્ર પવન સહિત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે કાર્યરત ફ્લાઈટ 6E 683ના એરક્રાફ્ટને કોકપિટ ક્રૂ દ્વારા સલામતી પ્રોટોકોલ અનુસાર પાછું ફેરવવું પડ્યું.”એરલાઇન્સે જણાવ્યું હતું કે “આવી પ્રક્રિયાઓ સ્ટેન્ડર પ્રોટોકોલ મુજબ છે અને પાઇલટ્સને આવી પરિસ્થિતિઓને વ્યવસાયિક રીતે હેન્ડલ કરવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવે છે.”
વધુમાં ઇન્ડિગોએ જણાવ્યું કે, “આ એક સ્ટેન્ડર અને સલામત પ્રક્રિયા છે અને અમારા પાઇલોટ્સને આવી પરિસ્થિતિઓને માટે અત્યંત વ્યાવસાયિકતાથી હેન્ડલ કરવા માટે વ્યાપકપણે તૈયાર કરવામાં આવે છે. જ્યારે વિમાન સલામત લેન્ડિંગ પ્રાપ્ત કરી શકાતું નથી, ત્યારે ગો-અરાઉન્ડ હાથ ધરવામાં આવે છે, જેમ કે આ ફ્લાઇટમાં થયું હતું.”શનિવારે બપોરે 12:40 વાગ્યે પ્લેન ચેન્નાઈમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
વાવાજોડા ‘ફાંગલ’ને કારણે તીવ્ર પવન અને ભારે વરસાદને કારણે શનિવારે ચેન્નઈ એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, જેના પરિણામે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને સેંકડો મુસાફરોને અસર થઈ હતી. ભારે વરસાદને કારણે એરપોર્ટનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. સાંજે 6.06 વાગ્યે ટ્વિટર પરની એક પોસ્ટમાં, ઈન્ડિગોએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં હવામાનમાં કોઈ સુધારો થયો નથી અને શહેરમાં આવતી અને જતી ફ્લાઈટ્સ અસરગ્રસ્ત છે. તે કહે છે,”અમે પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું છે અને તમને માહિત આપવા માટે કામ કરી રહ્યા છીએ.”
IndiGo reacts after a video of flight 6E 683, operating between Mumbai and Chennai, performing a go-around on November 30 due to adverse weather conditions, goes viral#CycloneFengal #Chennai pic.twitter.com/uMfmThDIpL
— ChristinMathewPhilip (@ChristinMP_) December 1, 2024