ભારતનું એક અનોખુ મંદિર: વર્ષમાં ફક્ત 5 કલાક માટે જ ખુલે છે, ઘી વગર માતાજીના આ મંદિરમાં પ્રગટે છે નવરાત્રીના નવ દિવસ દીવો

આમ જોવા જઈએ તો ભારતમાં એવા ઘણા મંદિરો આવેલા છે, જે અનેક રહસ્યોથી ભરેલા છે. આ રહસ્યોને લીધે આ મંદિરો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલાક મંદિરો તેમના અનન્ય સ્થાપત્ય માટે જાણીતા છે, જ્યારે કેટલાક મંદિરો અહીં બનતી વિચિત્ર ઘટનાઓને કારણે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાનામાં ખૂબ જ અનોખુ છે.

ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષમાં ફક્ત પાંચ કલાક માટે ખુલ્લું રહે છે. આ સાથે, મહિલાઓ માટે પણ ઘણા વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. ખરેખર અમે વાત કરી રહ્યા છીએ નીરતા માતા મંદિરની. આ મંદિર છત્તીસગઢના ગરીયાબંદ જિલ્લા મથકથી 12 કિમી દૂર એક ટેકરી પર સ્થિત છે. નિરઇ માતાના મંદિરમાં સિંદૂર, મધ, શ્રુંગાર, કુમકુમ, ગુલાલ, બંદન અર્પણ કરવામાં આવતા નથી, પરંતુ માતાને નાળિયેર અને અગરબત્તીથી પ્રસન્ન કરવામાં આવે છે.

સામાન્ય રીતે મંદિરોમાં દિવસભર દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, તો બીજી તરફ નિરઇ માતાના મંદિરમાં, ફક્ત ચૈત્ર નવરાત્રીમાં એક વિશેષ દિવસે માત્ર 5 કલાક એટલે કે સવારે 4 થી 9 વાગ્યા સુધી જ માતાના દર્શન કરી શકાય છે. બાકીના દિવસ દરમિયાન અહીં આવવાનું પ્રતિબંધિત છે. જ્યારે પણ આ મંદિર ખુલે છે ત્યારે માતાના દર્શન કરવા હજારો લોકો અહીં પહોંચે છે.

એવું કહેવામાં આવે છે કે દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન નિરઈ માતા મંદિરમાં જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ ચમત્કાર કેવી રીતે થાય છે, તે આજ સુધી એક પહેલી જ છે. આ અંગે ગામલોકોનું કહેવું છે કે, તે નિરાઈ દેવીનો ચમત્કાર છે કે ઘી વગર નવ દિવસ સુધી જ્યોત સળગતી રહે છે.

નોંધનિય છે કે, મહિલાઓને નિરઇ માતા મંદિરમાં પ્રવેશ અને પૂજા કરવાની મંજૂરી નથી. અહીં ફક્ત પુરૂષો જ પૂજા-અર્ચના કરે છે. તમને જણાવી દઈએ કે મહિલાઓએ આ મંદિરનો પ્રસાદ ખાવા પર પણ પ્રતિબંધિત છે. એવું કહેવામાં આવે છે કે જો મહિલાઓ મંદિરનો પ્રસાદ ખાય છે, તો તેમની સાથે કંઈક અઘટિત ઘટના બને છે.

Shah Jina