ભારતના આ ગામમાં જવાથી થાય છે ગરીબી દૂર, મળે છે અનેક પુરાવા
ભારતની અંદર ઘણા એવા ગામો આવેલા છે જનો ઇતિહાસ આજે પણ ખુબ જ પ્રચલિત છે, પુરાણોમાં પણ એ ગામોનો ઉલ્લેખ થતો જોવા મળતો હોય છે. આજે અમે તમને એક એવા જ ગામ વિશે જણાવીશું, એ ગામ વિશેની એક એવી માન્યતા પણ છે કે એ ગામમાં જવાથી તમારી ગરીબી પણ દૂર થાય છે અને તેના પુરાવા પણ મળે છે.

અમે જે ગામની વાત કરીએ છીએ તેને ભારતના છેલ્લા ગામ તરીકે ઓળખાય છે. આ ગામ છે “ભારતનું છેલ્લું ગામ માણા”. આ ગામ ઉત્તરાખંડમાં આવેલું છે. ભારતનું અને ઉત્તરાખંડનું આ છેલ્લું ગામ છે જે ચીનની સરહદે આવેલું છે. આ ગામ બદ્રીનાથથી 4 કિલોમીટર દૂર છે.

આ ગામ વિશે એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ગામનો સંબંધ મહાભારત અને ગણેશજી સાથેનો છે. એક લોકવાયકા એવી પણ છે કે પાંડવો આ ગામમાંથી જ સ્વર્ગમાં ગયા હતા. આ વાતને લઈને ઘણી જ રહસ્યમય અને રસપ્રદ વાતો પણ છે.

આ ગામ સમુદ્ર તટથી 3118 મીટરની ઊંચાઈએ આવેલું છે. માન્યતા અનુસાર આ ગામનું નામ માણા મણિભદ્ર દેવના નામ ઉપરથી પાડવામાં આવ્યું હતું. પ્રૌરાણિક માન્યતાઓ અનુસાર આ ગામને ભારતનું છેલ્લું અને પૃથ્વી પરના ચાર ધામો પૈકી સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ ગામ શાપમુક્ત અને પાપમુક્ત છે.

આ ગામ વિશેની એક માન્યતા એવું પણ છે કે આ ગામને ભગવાન શિવજીના આશીર્વાદ મળ્યા છે. જેના કારણે આ ગામની અંદર કોઈપણ વ્યક્તિ આવે તે ગરીબ રહેતું નથી. આ ગામની અંદર આવવાથી માણસની ગરીબી દૂર થઇ જાય છે.

આ ગામની અંદર દૂર દૂરથી પ્રવાસીઓ આજે પણ આવે છે. ગામમાં એક મહાભારત સમયનો પુલ પણ છે. જેને ભીમ પુલ તરીકે ઓળખવામાં આવે છે.

એવું કહેવાય છે કે પાંડવો જયારે સ્વર્ગમાં જતા હતા ત્યારે ગામમાંથી પસાર થતી સરસ્વતી નદી પાસે પાંડવોએ માર્ગ માગ્યો પરંતુ સરસ્વતીએ માર્ગ ના આપતા મહાબલી ભીમે બે શિલાઓને ઊંચકી અને નદી ઉપર ગોઠવી પુલ બનાવ્યો હતો. જેને પાર કરીને પાંડવો સ્વર્ગમાં ગયા હતા.

ભગવાન ગણેશજી વિશે પણ એક એવી માન્યતા છે કે મહર્ષિ વેદ વ્યાસના કહેવા ઉપર ભગવાન ગણેશ જયારે મહાભારત લખી રહ્યા હતા ત્યારે સરસ્વતી નદીના વહેણનો તીવ્ર અવાજ તેમને હેરાન કરી રહ્યો હતો. તેમને સરસ્વતીને પોતાનો અવાજ ઓછો કરવા માટે જણાવ્યું પરંતુ સરસ્વતી માન્યા નહીં અને ગણેશજીએ તેમને શ્રાપ આપી દીધો હતો કે તે અહિયાંથી આગળ નહિ વધી શકે.

આ ગામની અંદર એક વ્યાસ ગુફા પણ આવેલી છે, જ્યાં બેસીને મહર્ષિ વેદ વ્યાસે પુરાણોની રચના કરી હતી. ગુફાનો આકાર પણ એક પુસ્તક સમાન છે. જેથી તેને “વ્યાસપોથી પણ કહેવામાં આવે છે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.