આપણા દેશની ખાસ વાત એ છે કે દેશના દરેક રાજ્યમાં જુદી બોલી, જુદું ભોજન અને જુદો પહેરવેશ જોવા મળે છે. તેમ છતાં આપણા દેશમાં એકતા છે. એટલે જ કહેવાય છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. પરંતુ ખાન-પાન પહેરવેશમાં અંતર હોવા છતાં એકબીજાના ભોજનને લોકોએ ખૂબ જ પ્રેમથી અપનાવ્યું છે. દેશના કોઈ પણ ખૂણામાં જશો તો તમને જોઈતું ભોજન મળી જાય છે. આપણા દેશમાં ભોજનનું કેટલું મહત્વ છે એ તો આ વાત પરથી જ જાણી શકાય છે. ત્યારે આપણા દેશમાં એવા મોટા રસોડાઓ છે, કે જેની સરખામણી કરવી પણ મુશ્કેલ છે. ત્યારે આજે વાત કરીએ આવા જ મોટા રસોડાની કે જ્યા રોજ હજારો લોકોનું ભોજન તૈયાર થાય છે. આ રસોડાના કદ અને ભોજન બંને તમને પાગલ કરી દેશે.
ધર્મસ્થલા, કર્ણાટક

ભગવાન શિવ આ મંદિરમાં બાહુબલીના રૂપમાં વિરાજમાન છે. ધર્મમસ્થલાના મંજુનાથ મંદિરમાં દરરોજ લગભગ 50 હજાર લોકો દર્શન કરવા આવે છે. અહીં રોજ આટલા લોકો માટે પ્રસાદ તૈયાર થાય છે. 50 હજાર લોકો માટે ખાન-પાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આનાથી જ તમે આ રસોડાના કદનો અંદાજો લગાવી શકો છો.
શિરડી, મહારાષ્ટ્ર

સાઈબાબાના ભક્ત રોજ હજારોની સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ત્રણ વિશાળ રસોડા છે, જ્યા ભક્તો માટે પ્રસાદ બને છે. સવારના નાસ્તા સાથે અહીં 40 હજાર લોકોનું ખાવાનું રોજ બને છે. આ એશનું સૌથી મોટું સોલાર કિચન પણ છે.
તાજ સૅટ્સ, દિલ્હી

તાજ હોટલ અને સિંગાપોર એરપોર્ટનું ભાગદારીમાં ચાલતું આ રસોડું કોલકાતા, ચેન્નઈ, અમૃતસર, મુંબઈ અને દિલ્હી એરપોર્ટસને ભોજન સપ્લાય કરે છે.
IRCTC, નોઈડા

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC )ના નોઈડા કિચનને ભારતનું સૌથી મોટું અને આધુનિક કિચન હોવાનો દરજ્જો પ્રાપ્ત છે. આ કિચનમાં રોજ લાખો ભોજનના પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે.
અક્ષય પાત્ર, હુબલી

અક્ષય પાત્ર એક NGO છે, જેના રસોડામાં Mid Day Meal અંતર્ગત દરરોજ 15 મિલિયન બાળકો માટે ખાવાનું બનાવવામાં આવે છે.
સુવર્ણ મંદિર, અમૃતસર

શીખોના સૌથી પૂજનીય સ્થળ સુવર્ણ મંદિરમાં બનનાર પ્રસાદ રોજ લગભગ એક લાખ લોકો ગ્રહણ કરે છે. ‘ગુરુ કા લંગર’ નામથી પ્રસિદ્ધ આ પ્રસાદ બનાવનાર રસોડાને વિશ્વનું સૌથી મોટું રસોડું કહેવામાં આવે છે. જ્યા લોકોને ભોજન મફતમાં મળે છે.
જગન્નાથ મંદિર, પુરી

ભગવાન જગન્નાથના આ મંદિરમાં રોજ પ્રસાદ રૂપ 56 ભોગ લગાવવામાં આવે છે. આ 56 ભોગ જુદી-જુદી વાનગીઓ હોય છે, જેને પ્રસાદના રૂપે વહેંચવામાં આવે છે. જે અહીંના વિશાળ રસોડામાં બને છે.
ઇસ્કોન મંદિર

વિશ્વભરમાં ફેલાયેલા આ સંસ્થાના મંદિરમાં રોજ અગણિત લોકો માટે પ્રસાદ બને છે. જન્માષ્ટમીના દિવસે લોકો માટે બનવાવાળા પ્રસાદની માત્રા ત્રણ ગણી થઇ જાય છે. આ જ કારણ છે કે મંદિરના કિચનને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
જલારામ મંદિર વીરપુર
દેશભરના મંદિરોમાં કોઈ પણ સ્વરૂપે દાન લેવામાં આવતું જ હશે. દેશમાં એવા ઘણા મંદિરો છે જેમ દરરોજ કરોડાઓમાં દાન થાય છે. ત્યારે આખા વિશ્વમાં બધા મંદિરોથી સાવ અનોખું અને ચમત્કારિક મંદિર છે. જે ગુજરાતના રાજ્યના રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવેલું છે.આ મંદિરમાં કોઈને લાખો કે કરોડો ડેન કરવું હોય તો પણ સ્વીકારવામાં આવતું નથી. તેથી જ આ મંદિર સૌથી અલગ પડે છે. અહીં દરરોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks