અહીંયા ખુલ્યું દેશનું પહેલું રૂફ-ટોપ ડ્રાઈવ ઈન થિયેટર, જ્યાં ગાડીમાં બેઠા બેઠા ટોપ ફ્લોર પરથી ફિલ્મનો આનંદ માણી શકશો, જુઓ વીડિયો

કોરોના કાળા બાદ હવે થિયેટરો ખુલી ગયા છે, તો બીજી તરફ ફિલ્મો પણ હવે થિયેટરમાં પ્રસારિત થવા લાગી છે, છેલ્લા બે વર્ષથી જે લોકોએ થિયેટરમાં ફિલ્મ જોવાનો આનંદ નહોતો માણ્યો તે હવે ફિલ્મ જોવા માટે થિયેટર સુધી જઈ રહ્યા છે અને મોટા પડદા ઉપર ફિલ્મ નિહાળી રહ્યા છે, ત્યારે હાલ એક સિનેમાના શોખીનો માટે એક ખબર આવી રહી છે.

દેશની અંદર પહેલું રૂફ ટોપ ડ્રાઈવ ઈન થિયેટર શરૂ થઇ ગયું છે. હવે વિદેશની જેમ તમે ભારતમાં કોઈપણ ઓપન થિયેટરમાં તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકશો. રિલાયન્સ દ્વારા આ પ્રકારનો પહેલો ‘સિનેમા હોલ’ ખોલવામાં આવ્યો છે. જે છત (રૂફ ટોપ) પર છે. તેનું નામ Jio ડ્રાઇવ-ઇન થિયેટર રાખવામાં આવ્યું છે.

આ સંપૂર્ણપણે ઓપન એર થિયેટર હશે એટલે કે લોકો ખુલ્લામાં બેસીને મૂવી જોવાની મજા માણી શકશે. આ વિશ્વનું પ્રથમ ‘રૂફ ટોપ, ઓપન એર થિયેટર’ છે. કોવિડના કારણે સિનેમા જગત પર પડેલી અસરને જોતા રિલાયન્સનું આ પગલું ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ ઓપન થિયેટર મુંબઈમાં 5 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યું છે.

આ ડ્રાઇવ-ઇન થિયેટર PVR દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. Jio ડ્રાઇવ-ઇનની ક્ષમતા 290 કારની છે, જે મુંબઈની સૌથી મોટી સિનેમા સ્ક્રીન છે. Jio વર્લ્ડ ડ્રાઇવ 17.5 એકરમાં ફેલાયેલું છે. જે શહેરના સૌથી પ્રીમિયમ લોકેશન બાંદ્રા કુર્લામાં આવેલું છે.

આવા થિયેટરોમાં મોટી આઉટડોર સ્ક્રીન હોય છે. આવાજ માટે રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા બાહ્ય સ્પીકર્સ ઇન્સ્ટોલ કરેલા હોય છે. થિયેટરમાં એકબીજાથી 6 ફૂટના અંતરે કાર પણ પાર્ક કરવામાં આવે છે. ફિલ્મ દરમિયાન તમે તમારી સાથે ખાવાની વસ્તુઓ લઈ જઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by @jaanveparab

સોશિયલ મીડિયામાં આ થિયેટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં થિયેટરની ક્ષમતા અને ટિકિટના ભાવ પણ જણાવવામાં આવ્યા છે. વાયરલ વીડિયો પ્રમાણે આ થિયેટરમાં 290 કાર આવી શકવાની ક્ષમતા છે, તેમાં જણાવ્યું છે કે નોર્મલ દિવસમાં એક કારના બુકીંગ માટે તમારે 1500 રૂપિયા ચૂકવવા પડશે, તેમજ વિકેન્ડમાં તેના ભાવ 2000 રૂપિયા હશે. આ થિયેટરની ટિકિટ તમે બુક માય શો, પેટીએમ અથવા થર્ડ પાર્ટી એપ ઉપરાંત પીવીઆરની વેબસાઈટ ઉપરથી બુક કરાવી શકો છો.

Niraj Patel