ખબર

ભારતની પહેલી ક્રુઝ સર્વિસ, સમુદ્રમાં વચ્ચ્ચે જ સ્વિમિંગ પૂલ, સ્પા અને શોપિંગની માણી શકશો મજા

સમુદ્રમાં તરતા આઇલેન્ડ જેવા વિશાળ વર્લ્ડ કલાસ ભારતના પહેલા ક્રુઝ શિપ કર્ણિકાની સેવાઓ શરુ થઇ ગઈ છે. જૈલેશ ક્રુઝ ટર્મિનલના આંતરરાષ્ટ્રીય સ્તરની કર્ણિકા ક્રુઝશીપ ચૌદ માલની શાનદાર ક્રુઝ છે. જેની ક્ષમતા લગભગ 700 પ્રવાસીઓની છે અને તેની લંબાઈ 250 મીટર છે. આ ક્રુઝ 7 સ્ટાર હોટલ કરતા પણ વધુ શાનદાર છે. આ ક્રુઝ ટુરિઝમ ભારત માટે રેવન્યુ ભેગું કરવા માટે સફળ થશે. આ ક્રુઝમાં મુસાફરો માટે મનોરંજનના શો, એડવેન્ચર પ્રવૃતિઓ અને એક્ઝોટિક ઓથેન્ટિક કુઝિન પણ પીરસવામા આવશે.

Image Source

આ ક્રુઝ શીપમાં શાનદાર શોપિંગ સેન્ટર પણ છે, સાથે ખૂબ જ આકર્ષક રેસ્ટોરન્ટમાં દેશી-વિદેશી વાનગીઓ મુસાફરીમાં ચાર ચાંદ લગાવી દેશે. એમાં 24 કલાક ખુલ્લી રહેનારી કોફી શોપ પણ છે. એક સ્વિમિંગ પૂલ, આધુનિક લોન્જ અને મનોરંજન માટે રૂમ પણ હશે. ક્રુઝમાં નાના-મોટા બધાના જ મનોરંજન માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બાળકો માટે ખાસ વૉટર પાર્ક પણ આ ક્રુઝમાં બનાવવામાં આવ્યું છે.

Image Source

મુસાફરો માટે અલગ રૂમનો પણ વ્યવસ્થા છે, જેને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા છે. રૂમમાં બહાર બાલ્કની પણ બનાવવામાં આવી છે જેમાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. મુસાફરોના મનોરંજન માટે બ્રોડવે શો, પ્લેસ, મેજીક શો, લાઈવ મ્યુઝિક કોન્સર્ટ, ડાન્સ શોનું પણ આયોજન કરવામાં આવશે.

Image Source

મુસાફરો આ ક્રુઝને લગ્ન, બર્થડે અને બીજા પ્રસંગો માટે પણ બુક કરી શકશે. આ ક્રુઝ ભારતીય પ્રવાસીઓને અને વિદેશના એ પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર કરવામાં આવ્યું છે કે જેમને ભારતીય સંસ્કૃતિને જાણવાની અને માણવાની ઈચ્છા હોય.

Image Source

આ ક્રુઝ માટે એક વ્યક્તિનું 2 રાતનું ભાડું 13,745 રૂપિયા રહેશે. જેમાં ફૂડ અને બેવરેજીસનો પણ સમાવેશ થઇ જશે. આ સિવાય 3 રાતનું ભાડું 20,618 રૂપિયા રાખવામાં આવ્યું છે. પહેલા વર્ષમાં 2.5 લાખ મહેમાનોને આકર્ષવાનો પ્લાન છે. આવતા વર્ષ સુધીમાં બીજી ક્રુઝ શિપ પણ લાવવાનો પ્લાન છે.

Image Source

હાલમાં આ ક્રુઝ સેવા મુંબઈથી ગોવા વચ્ચે શરુ થઇ છે. આ ક્રુઝ સેવાનું બોકિંગ પણ ચાલુ થઇ ગયું છે. ક્રુઝ પર મુસાફરી કરવાની ઈચ્છા ધરાવતા લોકો ઓનલાઇન વેબસાઈટ પરથી બુકિંગ કરી શકે છે.જલ્દી જ આ સેવાઓ ચેન્નઈ, વિશાખાપટ્ટનમ રુટ પર પણ શરુ થશે. મુંબઈ હોમ પોર્ટ હોવાના કારણે સૌથી વધુ ફાયદો મુંબઈ પોર્ટને થશે.

બુકિંગ કરવા માટે ક્લિક કરો: https://www.mydreamholiday.in/featured-cruises/jalesh-cruises

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks