ખબર

સાધારણ નોકરી કરતા આ 3 ભારતીયોને ક્રિપ્ટોકરન્સીએ બનાવી દીધા અબજોપતિ, દુનિયામાં બનાવી આગવી ઓળખ

તમે ક્રિપ્ટોકરન્સી એવો શબ્દ તો સાંભળ્યો જ હશે ને ? આજે આપણે વાત કરીશુ એવા 3 લોકોની જે સાધારણ નોકરી કરતા હતા અને ક્રિપ્ટોકરન્સીની મદદથી તેઓ અબજોપતિ બની ગયા. તો, ચાલો જાણીએ…

ક્રિપ્ટોકરન્સી હાલ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની છે, ત્યારે એલન મસ્કની ટ્વીટને કારણે તો કયારેક ચીનની ધમકીઓને કારણે ભાવમાં વોલેટાલિટા જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, 3 ભારતીયો જેઓ ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં ઓછા સમયમાં અબજોપતિ બની ગયા.

સંદીપ નેલવાલ, અનુરાગ અર્જુન અને જયંતી કાનાણી પોલિગોનના સ્થાપક છે જે પહેલા મેટિકના નામે આળખાતી હતી. વર્ષ 2017માં તેની સ્થાપના થઇ હતી. ત્રણ ભારતીયો સંદીપ, અનુરાગ અને જયંતી દ્વારા બનાવવામાં આવેલ ક્રિપ્ટોકરન્સી પોલિગોન માર્કેટ કેપની દ્રષ્ટિએ 10 અબજ ડોલરને ગયા સપ્તાહે પાર કરી ગઇ છે. વિશ્વની ટોચની 20 ક્રિપ્ટોકરન્સીની યાદીમાં પોલિગોને સ્થાન મેળવી લીધું છે. અને આ સાથે જ હવે આ 3 ભારતીયો અબજોપતિ બની ગયા છે.

જયંતિ કાનાણી કોમ્પ્યુટર સાયન્સ એન્જીનિયર છે, અનુરાગ અર્જુન પોલિગોનના સહસંસ્થાપક અને સિરિયલ એન્ટરપ્રિન્યોર છે. સંદીપ નેલવાલે એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. સંદીપે ઘણી નોકરી કરી છે અને ઘણી નોકરી બદલ્યા બાદ તેને આ આઇડિયા આવ્યો.

રિપોર્ટ અનુસાર સંદીપ નેલવાલે કહ્યું હતુ કે, તેમની કંપની કોરોનામાં 1 ડૉલર બિલીયન ક્રિપ્ટો ફંડ લોકોની મદદ માટે ભેગુ કર્યુ હતુ સંદીપ દિલ્હીથી છે. અને તેના બે પાર્ટનર જયંતિ અને અનુરાગ મુંબઇ અને અમદાવાદથી છે.