
ઉનાળો આવે અને વોટરપાર્કની મુલાકાત લેવાનો પ્લાન ન બને એવું તો કેવી રીતે બને! દર ઉનાળે લોકો વોટરપાર્કની મુલાકાત લેતા જ હોય છે. ત્યારે આજે વાત કરીએ ગુજરાતમાં આવેલા દેશના સૌથી મોટા વોટરપાર્ક વિશે, કે જ્યા પરિવાર-મિત્રો સાથે ઉનાળામાં મજા માણવા જવાની મજા આવશે. વાત થઇ રહી છે આણંદ જિલ્લાના બોરસદ પાસે મહીસાગર રિવરફ્રન્ટ પાસે આવેલા ધ એન્જોય વોટરપાર્ક વિશે…

આ વોટરપાર્ક ગયા વર્ષે જ શરુ થયો છે અને અહીંની બધી જ રાઇડ્સ શરુ થઇ ચુકી છે. પોતાના મિત્રો, બાળકો સાથે ધ એન્જોય વોટરપાર્ક આવવાની મજા આવશે કારણ કે અહીં નાનાથી માંડીને મોટા સુંધી બધા જ માટે 42થી વધુ વોટરસ્લાઇડ અને જુદી-જુદી એક્ટિવિટીઝ છે.

આ વોટરપાર્ક વડોદરાથી માત્ર 40 કિમીના અંતરે આવેલું છે અને અમદાવાદથી 108 કિમી, આણંદથી 35 કિમી અને સુરતથી 172 કિમી દૂર આવેલું છે. આ દેશનું સૌથી મોટું વોટરપાર્ક છે, જ્યા ચંદીગઢના રોક ગાર્ડન સ્ટાઇલ બેઠક એરિયા છે, અહીં પ્રવેશદ્વાર પર ભગવાન સ્વામિનારાયણની મોટી મૂર્તિ છે.

અહીં થીમ્ડ વોટરસ્લાઈડ્સ છે, જેમાં ઝોમ્બી સ્લાઈડ, 3 બોડી સ્લાઇડર, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટરપાર્ક, ટનલફ્લોટ સ્લાઈડ વગેરેનો સમાવેશ થાય છે. અહીં સ્પાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય અહીં રેઇન ડાન્સની વ્યવસ્થા પણ છે, જ્યા તમે બોલીવૂડના ગીતો પર અને મિક્સ ગીતો પર પાણીમાં ડાન્સ કરીને મજા માણી શકો છો.

અહીં રેસ્ટોરાં પણ છે જે સ્વાદિષ્ટ ભોજન પીરસે છે. આ સિવાય અહીં રહેવા માટે 280 હોટલ રૂમની વ્યવસ્થા પણ છે. ક્લ્બ હાઉસ, થીમ પાર્ક, ઇન્ડોર, આઉટડોર ગેમ્સ, ફલાવર ગાર્ડન, બંજી જમ્પિંગ, જાકુઝી, સ્ટીમ બાથ, ઝીપલાઇન, રેકવેલ કલાઇમ્બિંગ જેવી અનેક પ્રવૃતિઓની મજા પણ માણી શકો છો.

અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મંદિર, રિવરફ્રન્ટ, વિકેન્ડ વીલા, થીમ હોટેલ, થીમ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક પણ છે. તો આ ઉનાળે ગરમીને ભગાવો ધ એન્જોય વોટરપાર્કની મુલાકાત લો.

બાળકોને અને યુવાઓને આ વોટરપાર્કની મુલાકાત લેવાનું પસંદ આવશે, કારણ કે આ શહેરની ભાગદોડવાળા જીવનથી દૂર શહેરની બહારના ભાગે આવેલું છે. અહીં તમે કાર લઈને પણ પહોંચી શકો છો. તો આ વિકેન્ડ પર આ વોટરપાર્ક જાઓ અને મજા માણો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks