મનોરંજન

સુંદરતાના મામલામાં ભારતની 10 મહિલાઓ કોઈથી કમ નથી, જુઓ સૌથી સુંદર મહિલાઓ

આ 10 સુંદર મહિલાઓમાંથી 7 નંબર બધાના હૃદયમાં વસે છે

ભારત એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે. આપણા દેશમાં સંસ્કૃતિ સાથે સુંદરતાનો સમન્વય પણ થાય છે જેના કારણે આપણા દેશની મહિલાઓને સૌથી સુંદર માનવામાં આવે છે. આજે અમે તમને આપણા દેશની સૌથી સુંદર 10 મહિલાઓ વિશે જણાવીશું, જેની સુંદરતાની તોલે વિશ્વભરની સુંદરીઓ પણ ફીકી પડી જાય.

Image Source

1. ઐશ્વર્યા રાય:
અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતાના વખાણ આજે પણ એટલા જ થાય છે. આજે તે બચ્ચન પરિવારની વહુ તરીકે ભલે ઓળખાતી હોય પરંતુ તેને નામના તેના પોતાના નામથી જ મેળવી છે. ઐશ્વર્યા 1994માં મિસ વર્લ્ડ બની હતી અને ત્યારથી લઈને આજ સુધી વિશ્વભરની સુંદરીઓમાં ઐશ્વર્યની આગવી ઓળખ છે.

Image Source

2. કેટરીના કૈફ:
અભિનેત્રી કૈટરીના કેફ પણ સુંદરતાના મામલામાં ઘણી જ પ્રખ્યાત છે. તે ભલે લંડનથી આવી હોય પરંતુ બોલીવુડમાં તેનું આજે આગવું નામ છે.

3. કરીના કપૂર:
બોલીવુડમાં બેબો નામથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી કરીના કપૂર પણ સુંદરતાના મામલામાં કોઈથી કમ નથી. અભિનેતા સૈફ સાથે લગ્ન થયા બાદ તેને એક દીકરો પણ છે. છતાં પણ ફિટનેસનું પૂરેપૂરું ધ્યાન રાખીને પોતાની સુંદરતા અને ફિટનેસને ટકાવી રાખી છે.

Image Source

4. અનુષ્કા શર્મા:
પોતાના કેરિયરની પહેલી જ ફિલ્મ “રબને બનાદી જોડી”માં કામ કરીને અનુષ્કાએ નામના મેળવી હતી. આ ફિલ્મમાં જ તેની સુંદરતાના ખુબ વખાણ થયા. તેને ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે.

5. દીપિકા પાદુકોણ:
દીપિકા પણ બોલીવુડની ખુબ જ સફળ અભિનેત્રીઓમાની એક છે. તેની સુંદરતાના પણ લાખો લોકો દીવાના છે. તેને ઘણી જ હિટ ફિલ્મો આપી છે.

Image Source

6. પ્રિયંકા ચોપડા:
દેશી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની સુંદરતાના પણ લાખો લોકો દીવાના છે. તેને પોતાના કેરિયરમાં ઘણી જ સફળ ફિલ્મો આપી છે. અને પોતાનાથી નાની ઉંમરના અમેરિકી ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે.

Image Source

7. માધુરી દીક્ષિત:
માધુરી દીક્ષિત બોલીવુડની ખુબ જ સુંદર અને સફળ અભિનેત્રી છે. સાથે તે એક ડાન્સર પણ છે. અને તેની સુંદરતાના પણ લોકો દીવાના છે. તે આજે પણ એટલી જ સુંદર દેખાય છે.

8. હેમા માલિની:
અભિનેત્રી હેમા માલિનીની ઉમર આજે 71 વર્ષની તે છતાં પણ તેની સુંદરતાના લોકો દીવાના છે. તે એક સફળ અભિનેત્રી અને ડાન્સર પણ છે. સાથે તે રાજકારણમાં પણ સક્રિય છે.

9. રેખા:
અભિનેત્રી રેખા પણ 65 વર્ષની થઈ ગઈ છે. તે છતાં પણ તેની સુંદરતા આજની અભિનેત્રીઓને ફીકી પાડે તેવી છે. બોલીવુડમાં તેને પણ ઘણી જ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

10. મધુબાલા:
અભિનેત્રી મધુબાલા આજે આપણી વચ્ચે હયાત નથી. પરંતુ મધુબાલાની સુંદરતાના વખાણ આજે પણ થાય છે. તેને મુગલે આઝમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અને એક સફળ અભિનેત્રી તરીકે નામના મેળવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.