જાણવા જેવું

હેલ્મેટ પહેર્યા વિના જો બાઈક લઈને નીકળ્યા છો અને ટ્રાફિક પોલીસ દેખાય તો કરો આ જુગાડ- નહીં ભરવો પડે દંડ

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ પડ્યો છે ત્યારથી જ લોકો આ નિયમનનો વિરોધ નોંધાવી રહયા છે અને અને સોશિયલ મીડિયા પર તેને લઈને લોકો રમૂજ પણ કરી રહયા છે. નવા નિયમન અનુસાર, જો તમે ટ્રાફિક નિયમો તોડશો, જેમ કે લાયસન્સ વિના વેહિકલ ચલાવવું, હેલ્મેટ વિના બાઈક ચલાવવું, સીટ બેલ્ટ ન બાંધવો, ઓવરલોડ વાહન લઈને જવું, તો તમારે ઘણો મોટો દંડ ભરવો પડશે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટું ચલણ ફાડવાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. નવા નિયમનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી રમૂજ સામે આવી રહી છે અને ઘણા જોક્સ પણ લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહયા છે.

ત્યારે પંકજ નૈન IPSએ પોતાના ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લોકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા પર ટ્રાફિક પોલીસ ન પકડે અને ચલણ ન ફાટે એ માટેનો એક રસ્તો અજમાવતા જોવા મળી રહયા છે. આ વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે હેલ્મેટ વિના વાહન ચલાવવું ગુનો છે, પરંતુ ચાલીને નહિ. આ વીડિયોને શેર કરતા પંકજ નૈને લખ્યું, ‘ટ્રાફિક ચલણથી બચવાની અનોખી રીત.’ આ વીડિયોમાં હેલ્મેટ વિનાના લોકો પોતાના વાહનને દોરીને લઇ જઈ રહયા છે, જેથી ટ્રાફિક પોલીસથી બચી શકાય. સાથે તેમને એમ પણ લખ્યું છે કે ‘આવી પરિસ્થિતિથી બચવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરો.’

આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને વિડીયો જૂનો છે. જેથી એવું ન માની લેતા કે નવા નિયમો લાગુ પડયા બાદ આવું કઈ પણ કરીને ટ્રાફિક પોલીસથી બચી શકાય છે.

આ જુઓ, ચલણથી બચવા માટે કઈ રીતે પોલીસને ગોળ-ગોળ ફેરવીને જાતે જ છુ થઇ ગયો, પણ રખેને તમે આવું કરતા, આપણે ત્યાં હવે કેમેરા પણ લાગી ગયા છે એટલે ચલણ ઘરે આવી જશે.

ચલણ હવે બહુ ભારે ફાટે છે અને દંડ હવે બહુ મોટો લાગે છે ત્યારે લોકો પોલીસને ચલણ ફાડવાથી રોકવા માટે ‘પૈસા નથી, ગરીબ છું, પરિવાર મજૂરીકામ કરે છે’ એવા ઘણા બહાનાઓ બનાવે છે. પણ એના કરતા હેલમેટ પહેરીને ચાલો અને બધા જ ડોક્યુમેન્ટ્સ રાખો તો આવું કરવાની જરૂર નહિ પડે.

આ ભાઈએ તો ભારે કરી છે. લોકોને લાગે કે તે બાઈક ચલાવી રહ્યો છે. પણ હકીકતે તો આ સાયકલ છે. આવી જ રીતે ટ્રાફિક પોલીસને ઉલ્લુ બનાવી શકાય પણ સાઇકલ સાથે આટલી મહેનત કરવા કરતા સાદી સાઇકલ જ વાપરો ને!

નવા ટ્રાફિક નિયમો લાગુ પડયા બાદ હવે બજારમાં આ ટી-શર્ટની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. જો કોઈને ખબર હોય કે આવી ટી-શર્ટ ક્યાં મળે છે તો પણ કોઈને કહેતા નહીં. લોકોને સેફ્ટિનો સવાલ છે, સીટબેલ્ટ પહેરવો પડે, માત્ર ટી-શર્ટથી ન ચાલે.

જયારે તમે બધા જ રૂલ્સ ફોલો કરતા હોવ, ડોક્યુમેન્ટ્સ બધા જ સાથે રાખતા હોવ, છતાં પણ ટ્રાફિક પોલીસ તમને રોકતી હોય અને બધું બતાવવા માટે માંગતી હોય ત્યારે આવું કરવું. કોઈ જ નહિ રોકે.

ક્યારેક તમે હેલમેટ પહેરવાનું ભૂલી જાઓ અને કોઈક તમને ચેતવે કે આગળ ટ્રાફિક પોલીસ ચલણ ફાડી રહી છે. ત્યારે હવે મૂંઝાતા નહિ, બાઈક પર તમે નહિ, પણ તમારા માથા પર બાઈક ઉઠાવી લેજો. તમે બાઈક પર હોવ ત્યારે હેલમેટ પહેરવું જરૂરી છે. બાઈક તમારા પર હોય ત્યારે નહિ.

આ વડીલે તો સરસ રસ્તો શોધ્યો છે. માથાની સેફટી માટે જ હેલમેટ પહેરવાનો નિયમ છે ને! આનાથી પણ માથાની સેફટી તો છે જ ને!

ચલણ ભરવા કરતા સાયકલ લઈને નીકળવું સારું, એમાં પણ જયારે સલમાન ખાન કોઈ પણ વાહન લઈને નીકળે એના કરતા સાયકલ લઈને નીકળે એમાં જ આપણા બધાની સેફટી છે. નહિ તો આપણે હેલમેટ પહેરીને નીકળીશું તો પણ અડફેટે તો ચડી જ જઈશું!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks