કેનેડામાં ભારતીયોની હાલત કફોડી બની છે. દિવસેને દિવસે બેરોજગારી વધતા ભારતીય વિદ્યાર્થીઓની દયનિય સ્થિતી બની છે. ત્યારે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં કેનેડાથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક રેસ્ટોરન્ટમાં વેઈટર અને નોકરની નોકરી માટે હજારો ભારતીયો લાઈનમાં લાગ્યા છે.
ભારતમાં બેરોજગારીનો દર ઘણો વધી રહ્યો છે. એટલે જ ભારતના ઘણા યુવા વિદ્યાર્થીઓ વધુ સારા ભવિષ્ય માટે ભારત છોડીને વિદેશ તરફ વળે છે. પ્રથમ નંબરે ભારતીયોની પસંદ કેનેડા છે. પછી અમેરિકા, UAE, ઓસ્ટ્રેલિયા અને બાકીના દેશો છે. જો પંજાબની વાત કરીએ તો મોટાભાગના પંજાબી લોકો કેનેડામાં રહે છે. અને દર વર્ષે પંજાબમાંથી ઘણા લોકો કેનેડા જાય છે. કેનેડામાં હાલમાં 16 લાખથી પણ વધુ ભારતીય મૂળના લોકો રહે છે.
હજારો ભારતીયો વેઈટર બનવા માટે લાગ્યા લાઈનમાં
કેનેડાના બ્રેમ્પટન વિસ્તારમાં ‘તંદૂરી ફ્લેમ’ નામની રેસ્ટોરન્ટે તેની નવી ફ્રેન્ચાઈઝી ખોલી. તેના માટે તેમને કેટલાક વેઈટર અને રસોઈયાની જરૂર હતી. તેના માટે રેસ્ટોરન્ટે ઓનલાઈન વેકેન્સી બહાર પાડી હતી. પરંતુ આ જાહેરાત પછી ધીમે ધીમે લોકો ત્યાં હાજર થતા ગયા, જેમાંના મોટાભાગના લોકો ભારતીય હતા. રેસ્ટોરન્ટની હાયરિંગ મેનેજરે જણાવ્યું કે આ જોબ્સ માટે કુલ 6000 અરજીઓ આવી છે. ઘણા લોકોના હાથમાં નિરાશા લાગી. કલાકો સુધી તડકામાં લાઈનમાં ઊભા રહ્યા પછી પણ ઘણા લોકો શોર્ટલિસ્ટ થઈ શક્યા નહીં. સોશિયલ મીડિયા પર રેસ્ટોરન્ટમાં ભારતીયોની આ ભીડનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
લોકો કરી રહ્યા છે ઉગ્ર કોમેન્ટ
વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @MeghUpdates નામના અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ રીતે અત્યાર સુધીમાં 1.7 મિલિયનથી પણ વધુ લોકોએ જોયો છે. અને લોકોની ઘણી કોમેન્ટ્સ પણ આવી રહ્યી છે. જેમાં, એક યુઝર રમનદીપ સિંહ માને લખ્યું- “કેનેડામાં રોજગારીની ભયંકર પરિસ્થિતિ અને જીવનનિર્વાહની વધતી કિંમતે કેટલાક લોકો માટે જીવન નરક બનાવી દીધું છે. સોનેરી સપનાં સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે!” અન્ય એક યુઝરે લખ્યું છે “પરંતુ જવું ભારતીયોને કેનેડા જ છે, ભલે વેઈટર/ડ્રાઈવર બનવું પડે.”
A restaurant in Brampton, wanted to hire some waiters, lo & behold 3000 students (mostly Indian) land up, Scary employment scene in Canada coupled with rising living costs has made life a living hell for some. Students off to Canada with rosy dreams need serious introspection !! pic.twitter.com/37RIsUK7IA
— Ramandeep Singh Mann (@ramanmann1974) October 3, 2024