અજબગજબ

ભારતની આ 5 જગ્યાઓ પર ભારતીયોને પ્રવેશ પ્રતિબંધ છે? જાણો કારણો

ભારત દેશમાં ઘણા પર્યટન સ્થળ છે. ભૌગોલિક બનાવટમાં દેશ્માં પહાડ, રેગિસ્તાન અને સમુદ્ર સહીત બધું જ છે. જેને લઈને દેશવાસીઓમાં પર્યટનને લઈને ઉત્સાહ બની રહે છે. આટલા પર્યટન સ્થળ જોવા છતાં ઘણા એવા સ્થાનો છે જ્યાં ભારતીય પર્યટકને જવાની છૂટ નથી હોતી.
દેશના એવા ઘણા સ્થાનો છે જ્યાં ભારતીય નિવાસીઓના પ્રવેશને નિષેધ છે. ઘણા સ્થના પર વિદેશી પર્યટકોને પ્રવેશ આપે છે. પરંતુ મૂળ ભારતીયોને પ્રવેશ આપવામાં નથી આવતો.

1.નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ

Image Source

અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહનો એક દ્વીપ નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પણ છે. જ્યાં ફક્ત આદિવાસી લોકો જ નિવાસ કરે છે. આદિવાસી લોકો દુનિયાથી લગભગ સંપર્ક ના રાખવા બરાબર છે. વર્ષ 2018માં એક અમેરિકી ઈસાઈ ધર્મ પ્રચારકના મોત બાદ આ દ્વીપ ઘણો ચર્ચામાં આવ્યો હતો.

અહીં રહેતા આદિવાસીઓની રક્ષા માટે એ લોકોને પ્રવેશ નિષેધ રાખવામાં આવ્યો છે. નોર્થ નોર્થ સેન્ટિનલ દ્વીપ 23 વર્ગ કિલોમીટરઆ ફેલાયેલો છે. અહીં રહેતા આદિવાસીઓની સંખ્યા લગભગ 100 છે. અહીં વિશેષજ્ઞનું માનવું છે કે, બહારના વ્યકિતના સંપર્કમાં આવવાથી અહીં આદિવાસીઓને સંક્ર્મણ થઇ શકે છે.

2.ફ્રી કસોલ કેફે, હિમાચલ પ્રદેશ

Image Source

હિમાચલ પ્રદેશના કસોલ સ્થિત ‘ફ્રી કસોલ કૈફે’માં ભારતીયોને પ્રવેશ આપવામાં નથી આવતો. આ કૈફેનું સંચાલન ઇઝરાયલી લોકો કરે છે. આ કેફે 2015માં ચર્ચામાં આવ્યું હતું. આ કૈફેએ એક ભારતીય મહિલાને સર્વ કરી દેવાની ના પાડી દીધી હતી. કૈફેનું કહેવું હતું કે, આ અહીં ફક્ત અમારા જ લોકોને સર્વ કરવામાં આવે છે. આ ઘટના બાદ કૈફે વિષે ઘણું ખરું-ખોટું બોલ્યા હતા. લોકોએ આ કૈફે પર નક્સલવાદનો આરોપ પણ લગાવ્યો હતો.

કૈફેના માલિક આ બાબતે અનોખો વિચાર જ ધરાવે છે. કૈફેના માલિકનું કહેવું છે કે, કૈફૅમાં આવનારા ભારતીયોમાં વધુ પડતા પુરુષો હોય છે. ભારતિય પુરુષોનો વ્યવહાર ટુરિસ્ટ પ્રત્યે સારો નથી રહેતો. જણાવી દઈએ કે, અહીં કૈફેની આસપાસ બધું હિબ્રુ ભાષામાં લખ્યું છે.

3.રેડ લોલીપોપ હોસ્ટેલ ચેન્નાઇ

Image Source

ચેન્નાઇની રેડ લોલીપોપ હોસ્ટેલ પણ તેની સર્વિસને લઈને નસલવાદના આરોપોથી ઘેરાયેલી છે.આ હોસ્ટેલમાં પ્રવેશ કરવા માટે વ્યકિતના પાસપોર્ટની જરૂરત રહે છે. ત્યારે ભારતના નાગરિકો માટે આ હોસ્ટેલ તેની સર્વિસ નથી આપતા.

આ હોટેલનો દાવો છે કે એ પહેલીવાર ભારતમાં આવનાર પ્રવાસીઓ માટે સેવાપ્રદાન કરે છે. આ હોટેલમાં ભારતીયોને પ્રવેશ બંધ છે. વિદેશીઓ પાસપોર્ટ સાથે હોટેલમાં આવનાર ભારતીય મૂળના નાગરિકોને પ્રવેશ મળી જાય છે.

4.યુનો ઈન હોટેલ, બેંગ્લોર

Image Source

બેંગ્લોરમાં આવેલી હોટેલ યુનો ઈન ફકર જાપાની લોકોને જ સર્વિસ આપે છે. વર્ષ 2012માં બનેલી આ હોટેલ નસલવાદના ગંભીર આરોપ લાગ્યા હતા. વર્ષ 2014માં ગ્રેટર બેંગ્લોર સીટી કોર્પોરેશન દ્વારા હોટેલએ બંધ કરી દીધી હતી.

હોટેલનું કહેવું છે કે, તેને જાપાનમાં ઘણી કંપનીઓ સાથે અનુબંધ કરી રાખ્યું છે. જેને લઈને તે ફક્ત જાપાની પર્યટકને જ સેવા આપે છે. વર્ષ 2014માં ગ્રેટર બેંગ્લોર સીટ કોર્પોરેશનએ હોટેલમના 30 રૂમમાંથી 10 રૂમ પર તાળા લગાવી દીધા હતા.

5.’નો ઇન્ડિયન’ બીચ ગોવા 

Image Source

ગોવાનો સૌથી ખુબસુરત સમુદ્ર તટ માટે દુનિયાભરમાં જાણીતો છે. ભારતીયો માટે ગોવા એક સૌથી સુંદર પર્યટન સ્થળ છે. ગોવામાં દેશભરમાંથી પર્યટકો આવે છે. પરંતુ ઘણા બીચ એવા છે જેમાં ભારતીય લોકોને પ્રવેશ નિષેધ છે.

ગોવાના આ બીચ પર કોઈ ભારતીયોના પ્રવેશ નિષેધ મામલે કોઈ ઓફિશિયલ નથી પરંતુ સ્થાનિક નિવાસીઓનું માનીએ તો વિદેશીઓ સાથે ભારતીયો પ્રવાસીઓ ખરાબ વર્તન અને તકલીફ ઉભી કરે છે. ત્યારે સ્થાનીય લોકોએ ઘણા બીચ પર ભારતીય પર્યટકો પર પર પ્રવેશ નિષેધ કરી દીધો છે. ગોવામાં અંજુના બીચ એવી જગ્યા છે જ્યાં બહુ મુશ્કેલીથી ભારતીય નાગરિકો જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.