ગુજરાત અને દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓ કેનેડા જઈ રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા જવાનો ક્રેઝ ઘણો વધ્યો છે. ત્યારે કેનેડામાં ભારતીયો સામે બેરોજગારી અને હાઉસિંગ ક્રાઈસિસ જેવી સમસ્યાઓ આવી રહી છે. સ્થિતિ એવી છે કે નવા ઇમિગ્રન્ટ્સને નોકરી શોધવાના ફાંફા પડી રહ્યા છે.
કેનેડામાં હાલ ભારતીયો કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને આ એક વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે. ઘણી ઉમ્મીદો અને સપનાઓ સાથે કેનેડા ગયેલા ભારતીયો નોકરી મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેનેડામાં ખુલેલી નવી રેસ્ટોરન્ટમાં નોકરી માટે ભારતીયો મોટી લાઈન લગાવતા જોવા મળી છે. રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી મેળવવા માટે લગભગ 3000 ભારતીયો લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.
કેનેડામાં પહેલા તો ભણતર સાથે આસાનીથી નોકરીઓ મળતી પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં બેરોજગારીને કારણે ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભારતીયોને નોકરીઓ મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. મોટાભાગના લોકો એવું વિચારીને કેનેડા જાય છે કે અહીં જીવનધોરણ વધુ સારું થશે, પણ તેઓ સૌથી ખરાબ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
View this post on Instagram