કેનેડામાં ભારતીયો જ ભારતીયોને લૂંટે છે, અમદાવાદના સ્ટુડન્ટએ આંખ ઉઘાડનારો કિસ્સો શેર કર્યો, જાઓ તમે પણ

કેનેડામાં આ રીતે છેતરાય છે ગુજરાતીઓ, ટોરેન્ટોમાં છેલ્લા છ મહિનાથી જોબ શોધી રહેલા એક અમદાવાદીએ કર્યો મોટો ખુલાસો

આજ કાલ ઘણા લોકોને કેનેડા-અમેરિકા કોઇ બીજી કન્ટ્રીમાં જવાનું ઘેલુ લાગ્યુ છે. ઘણા લોકો ત્યાં કમાઇ સેટલ્ડ થવા તો ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે જતા હોય છે. જો કે, અમેરિકા-કેનેડા જવાનો એટલો ગાંડો ક્રેઝ ફાટી નીકળ્યો છે કે કહેવું જ શું.

લોકોને ગમે તે રીતે અમેરિકા કે કેનેડા જવુ હોય છે. જો કે, કેનેડા-અમેરિકા જવા ખ્વાબ માટે લાખો રૂપિયા ખર્ચી નાખનારાને એ નથી ખબર કે ત્યાં જવાનુ સપનુ કેટલુ બદતર છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીયો વિદેશ જાય છે અને જે ખાસ કરીને વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. જો કે, ત્યાં જઇ પાર્ટ ટાઈમ નોકરી માટે પણ લોકોને વલખા મારવા પડી રહ્યાં છે.

Canada York Universityએક ગુજરાતી વિદ્યાર્થીએ પોતાનો કેનેડાનો કડવો અનુભવ શેર કર્યો છે. લાખો રૂપિયા ખર્ચી સ્ટુડન્ટ વીઝા પર કેનેડા જવાનું, પાર્ટટાઈમ નોકરી સાથે ભણવાનું, બે-ચાર વર્ષે પીઆર મળે એટલે સેટલ્ડ થઈ જવાનું, ખ્વાબ જે પણ ત્યાં જાય તે ગુજરાતીઓનું હોય છે.

પણ એક અમદાવાદી યુવકે જણાવ્યું કે, ત્યાં ગયા પછી નોકરી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યાં છે.તે કહે છે કે તે ડિસેમ્બર 2022માં કેનેડાના ટોરન્ટોમાં પહોચ્યો હતો, અને ત્યાં કારમી ઠંડી હતી. તેથી તેને નોકરી ના મળી. તેણે ઘણી જગ્યાએ ઈન્ટરવ્યૂ આપ્યા પણ કંઇ ના થયુ. ઠંડીમાં ત્યાંની ઈકોનોમી એક્ટિવિટી ડાઉન થાય છે તેથી પછી નોકરી મળી જશે તેવુ તેણે વિચાર્યું. જો કે, તેણે નોકરી માટે એપ્લિકેશન ચાલુ રાખી અને તેને છ મહિના થઈ ગયા છે, તેમ છત્તાં પણ તેની નોકરી નથી લાગી.

તે કહે છે કે તેના રહેવા-જમવાનો ખર્ચ પૂરો પાડવા માટે તેને ભારતમાં પરિવાર પાસેથી મદદ માંગવી પડી રહી છે. તેને આશા હતી કે ઉનાળો આવશે તો નોકરી મળી જશે પણ ઉનાળો પણ ગયો છતા પણ નોકરી નથી મળી. તેણે ત્યાં રહેતા ભારતીયોની હકીકત જણાવતા કહ્યુ કે, જે ત્યાં સેટલ્ડ થયેલા ભારતીયો છે તે જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને છેતરે છે અને નોકરીની લાલચ આપીને તેમનું શોષણ કરે છે.

કેનેડાનો કાયદો અલગ છે, ત્યાં કાયદા પ્રમાણે કામના પહેલા જ દિવસથી પગાર આપવાનો હોય છે. પરંતુ ભારતીય વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ કાયદો માનતા નથી. તેઓ વિદ્યાર્થીઓ પાસે ટ્રેનિંગના નામે પોતાનું કામ કરાવી લે અને પછી 15 દિવસમાં કાઢી મૂકે. જો કે, કેનેડાના નિયમ પ્રમાણે બે વીકમાં એકવાર સેલેરી ચૂકવવાની હોય છે, પણ કેટલાત ભારતીય માલિકો બે-બે મહિના સુધી પગાર માટે સ્ટૂડન્ટ્સને લટકાવે છે.

આ યુવક કહે છે કે સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ શેરિંગ અકોમોડેશનમાં રહે છે અને તેનો ખર્ચ દરેક વિદ્યાર્થીના ભાગે દર મહિને 500 ડોલર આવે છે અને આ સિવાય જો જાતે રાંધીને ખાય તો કરિયાણા અને શાકભાજીનો એક મહિનાનો વ્યક્તિ દીઠ ખર્ચો લગભગ 150 ડોલર જેટલો થાય છે. આ સિવાય મહિને 50 ડોલર મોબાઈલ ફોનનો ખર્ચો અને પરચૂરણ ખર્ચા લગભગ 100 ડોલર. આ બધા ખર્ચ પૂરા પાડવા કેનેડામાં નોકરી કરવી ખૂબ જ જરૂરી છે.

Shah Jina