સુખી માણીને પતિ મારા નીચેના ભાગમાં ફ્લેશ લાઇટ…આ જાણ્યા પછી વિદેશમાં દીકરી દેવાની હિમ્મત નહીં કરો
ઘણીવાર દેશભરમાંથી મહિલાઓનું શોષણ થવાની ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર આવા કિસ્સામાં કેટલીક મહિલાઓ આપઘાત કરી લેતી હોય છે, તો કેટલીક મહિલાઓ પતિ અને સાસરિયા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતી હોય છે. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. મહિલાએ તેના પતિ પર બંધક બનાવવા, શોષણ કરવા અને દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે.
મહિલાના લગ્ન આ વર્ષે માર્ચમાં થયા હતા. બિહારનના પટના શહેરની રહેવાસી મહિલાએ સ્ટૂડેંટ વિઝા પર રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે અમેરિકાના વર્જીનિયા પહોંચી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે મારપીટ કરવા લાગ્યો અને દહેજ માટે પરેશાન કરવા લાગ્યો.તેે તેના પર પાબંધીઓ પણ લગાવવા લાગ્યો.
બંનેનો પરિવાર ભારતમાં રહેતો હતો. જયારે મહિલાના પિતાએ આ વિશે છોકરાના પિતા સાથે વાત કરી તો તેમણે દહેજની માંગ કરી દીધી. હાલાત એવા બગડ્યા કે મહિલાને પોતાનો જીવ બચાવવા માટે 15 જૂનના રોજ પોલિસ બોલાવવી પડી. ન્યુઝ એજન્સી પીટીઆઇ અનુસાર, પતિથી અલગ થયા બાદ મહિલા સિએટલમાં તેના એક સંબંધીના ત્યાં રહી રહી હતી.
તેણે ત્યાંની ઇન્ડિયન એમ્બેસી અને પોલિસમાં આ મામલે ફરિયાદ દાખલ કરાવી, સાથે જ કેટલાક એનજીઓનો સંપર્ક પણ કર્યો જે અમેરિકામાં ઘરેલુ હિંસા અને દહેજ હિંસાની શિકાર થનાર ભારતીય મહિલાઓની મદદ કરે છે. પીટીઆઇ પાસે મહિલાની પોલિસ ફરિયાદની કોપી છે. જેમાં તેણે જે વિગત આપી છે, તે ખૂબ જ ડરાવની છે.
મહિલાનો પતિ તેને કયાંય એકલા જવા દેતો ન હતો. તે તેને માત્ર ટ્રૈશ રૂમ સુધી જ એકલા જવા દેતો હતો અને તે પણ ફોન વગર. આ ઉપરાંત તે તેને જબરદસ્તી બધી જગ્યાએ લઇને જતો હતો. તે બીમાર રહેતી તો પણ તે તેને લઇ જતો હતો. ફરિયાદમાં મહિલાએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. પતિએ તેને રસ્તા વચ્ચે ઘૂંટણ ટેકવા માટે મજબૂર કરી દીધી હતી અને પછી માફી પણ મંગાવી હતી.
ફરિયાદમાં લખવામાં આવ્યુ છે કે, તેને એવો શક હતો કે હું પ્રેગ્નેંસી રોકવા માટે કોઇ વસ્તુનો ઉપયોગ કરી રહી છુ. વોશરૂમથી અવાજ ન આવવા પર તે ચીસો પાડતો હતો. પછી તે મને દરવાજો ખુલ્લો રાખવા માટે મજબૂર કરવા લાગ્યા.
તે મારો પ્રાઇવેટ પાર્ટ ચેક કરતો હતો કે મેં કોઇ વસ્તુનો ઉપયોગ તો નથી કર્યો ને. તે ઘણીવાર ટોર્ચથી મારો પ્રાઇવેટ પાર્ટ ચેક કરતો હતો. સંબંધ બાંધ્યા બાંધ તે મારા પર ચીસો પાડતો હતો કે હું પ્રેગ્નેંસી રોકી રહી છું. આ મામલે પીટીઆઇએ મહિલાના પતિનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ બધા આરોપોને નકારી દીધા હતા અને કહ્યુ હતુ કે,
તેને ફસાવવામાં આવી રહ્યો છે. જો કે, પહેલા તેણે કહ્યુ કે, તે મૈરીલૈંડ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાં સ્ટૂડન્ટ છે, પછી તેણે કહ્યુ કે તે બાલ્ટિમોર કેમ્પસમાં ભણે છે. તે બાદ તેણે ફોન કાપી દીધો હતો. પોલિસે મહિલાના પતિ વિરૂદ્ધ અપરાધિક કેસ દાખલ કર્યો છે.